________________
સર્વેષામ
[ ૧૬] પંડિત લાલન કહેતા હતા, કે “ચિ. ગાંગજી હેમરાજ પાસેથી સમાધી શતક પુસ્તકની મેં માગણી કરી, તેમણે તે પુસ્તક મને આપ્યું. મને વિચાર થયે, કે પુસ્તકને જે ઉપાડે પડશે, ૧૦૦ કલેક મુખપાઠ કરી લહું તે પુસ્તકને બેજે ઉપાડ ન પડે.” પંડિતજીની એ નિસ્પૃહતા ગાંગજીભાઈ જીવ્યા ત્યાં સુધી ભૂલ્યા નહિ. આટલી નિસ્પૃહતા તેમણે કઈ સાધુમાં પણ જોઈ ન હતી. તેઓ કહેતા હતા, કે “લાલન તે મુનિ થવાના હતા. તેમણે બાર વ્રત લીધા અને ચોથા વ્રતની બાધા લીધી. તેમના એક મિત્ર હતા. તેમની સાથે દીક્ષા લેવાના હતા એટલામાં તેમને કેઈએ સલાહ આપી કે મુનિ થયા પછી તમે પરદેશ જઈ નહિ શકે. હમણું તમે જઈ શકશો.” પંડિતજીને એ સલાહ ઠીક લાગી. તેઓ અમેરિકા ગયા. ત્યાં કા વર્ષ રહ્યા. તેમની સાથે જ દીક્ષા લેવાના હતા, તેમણે “દીક્ષા લીધી. તેમનું નામ વિનયવિજયજી રાખવામાં આવ્યું. કેશરવિજયજીના તેઓ ગુરૂભાઈ હતા, તેમને બંનેને ઠીક બનતું. બનતા સુધી