________________
ચોગાભ્યાસ
[ ૧૧ ] હું કોડાય જવાના સ્વપ્ના સેવ હ. આત્મવિકાસની ભાવના પ્રદિપ્ત હતી. અને યાદશી ભાવના યસ્યસિદ્ધિ ભવતી તાદશી એ અટલ નિયમ પ્રમાણે એ મંગળ દિવસ આવી ગયે.
મુંબઈથી પૂજ્ય પંડિતજી, શ્રી મોંઘીભાભી અને હું જામનગર ગયા. જામનગરથી કચ્છ-કડાય ગયા. કોડાયવાસીઓ તે પંડિત લાલનની મેઘની જેમ રાહ જોઈને બેઠા હતા. પંડિતજીનું અપૂર્વ સ્વાગત થયું. કેડાયમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. હવે બે મહિના સ્થિરતા કરવાની હતી. બધી રીતે પાસેના નાગલપુરમાં બધી અનુકૂળતા તથા શાંતિ જણાવાથી નાગલપુર પસંદ કરવામાં આવ્યું. નાગલપુરમાં નદી કાંઠે ધર્મશાળામાં નિવાસ કર્યો. જે ખર્ચ થાય તે સદાગમ પ્રવિત્તિ ખાતામાંથી આ૫વાને શ્રી ગાંગજીભાઈ અને શ્રી દેવજીભાઈ લખમણે નિર્ણય જણાવ્યું. નાગલપુરમાં પંડિતજીએ ગદર્શન વિષે અભ્યાસ વર્ગ શરૂ કર્યો. અને તેમાં શ્રી ગાંગજીભાઈ, દેવરાજભાઈ, કાનજીભાઈ, માલશીભાઈ (નાના), રામજીભાઈ, હંસરાજભાઈ અને હું જોડાયા. સાથે પાયચંદ ગચ્છના મુનિ ગુણચંદજી, પૂ. રાયચંદજી વિ. તે આપણા પવિજયજી મહારાજ સ્થાનકવાસી સંપ્રદાયના મુનિ રાયચંદજી પણ હતા.