________________
દક્ષિણ મહારાષ્ટ્ર જૈન પરિષદ્મ
( * )
પ્રમુખ શ્રી લાલન સાહેબનુ મનનીય વ્યાખ્યાન આજે પશુ આપણને પ્રેરણા આપી જાય છે. આત્મપ્રિય ભાઇઓ અને બહેન,
આ પરિષદ્મનું પ્રમુખ સ્થાન આપવા માટે હું શ્રી સંઘના હાર્દિક આભાર માનુ છું. હું પ્રમુખ થયા એટલે છડીદાર થયે.. હું આપ સૌની આજ્ઞાથી તે સ્વીકારૂ છુ. પહેલાં પણ પરિષદો હતી પણ તેને સધ'ના નામે સમાધતા હતા. બીજા સમાજોની પરિષદ ભરાય અને સમૃદ્ધ ગણાતા જૈન સમાજ પોતાના સમાજ સંધની પ્રગતિ માટે વિચાર ન કરે-પરિષદ ન ભરે તેવુ મને આશ્ચર્ય થાય છે. સંઘની સ્થાપના કરનાર તીર્થકર મહારાજ સ`પૂર્ણ જ્ઞાનીતેના જ પુત્રા જ્ઞાન વગરના માત્ર વ્યાપાર ખેડનારા તે કેમ અને !
સમાજના ઉય માટે પરિષદોની જરૂર છે, આવી પરિષઢથી આપણે એકબીજાના પરિચયમાં આવીએ છીએ. સમાજના પ્રશ્નો વિચારીએ છીએ અને સમાજ આગળ આવે તે માટે ઠરાવેા કરીએ છીએ. આ પરિષદ્યાથી ઉન્નતિ થવા લાગી છે. આપણા કેટલાક જ્ઞાનભ'ડારા ઉપડ્યાં છે. કેટલીક જ્ઞાનપ્રચારક સસ્થાઓ નીકળી છે, જ્ઞાનમદિરા થવા લાગ્યાં છે. જૈન શાળાઓ ઉઘડી છે. ગુજરાત, સૌરાષ્ટ્રમાં આ બધાં કાર્ગો થવા લાગ્યા છે પણ મહારાષ્ટ્ર દક્ષિણ પાછળ હતું. આજે આ પરિષદ દ્વારા આપણે મગળ મુહૂત કરીશું' તે જોઈ આનંદ થાય છે.