________________
( ૭ )
પંડિત લાલને
આવા કાર્યને આરંભ કરીને જ બેસી રહેવાનું નથી. એમાં સૌથી પહેલાં જીવન મૂકવાની જરૂર છે. ઉપરાંત કાર્યવાહકે એ આપણાપણું ભૂલી પરાર્થે જીવન ગાળવું ઘટે છે. આપણે ભેદભાવ ભૂંસી નાખી મહાવીર પિતાના પુત્ર સમાન છીએ એમ વર્તવું જોઈએ. જ્યારે આમ થશે ત્યારે જ સમાજની ઉન્નતિ થશે.
પ્રેમ એ એવી વસ્તુ છે કે જેને આધીન સહુ છે. એ પ્રેમ અથવા ભક્તિથી જ સમાજ આગળ વધી શકશે. આવાં ઉત્થાનના કાર્યોમાં દાનની દ્રષ્ટિથી નહિ પણ પ્રેમ અને ભક્તિની દષ્ટિથી રસપૂર્વક સહાયતા કરવી જોઈએ. પ્રેમ અને જ્ઞાનના પાયા ઉપર જૈન ધર્મનું મંદિર ચણવાનું છે એ ખ્યાલમાં રાખવું જોઈએ.
લંડન જેવા વિશાળ નગરમાં સર્વ જી તરફ બંધુ ભાવ રાખનાર અને જૈન સાહિત્યને અભ્યાસ કરનાર એવાં મંડળે સ્થપાયાં છે તે પરિષદને આભારી છે. તમે આજે એવી પરિષદને આરંભ કર્યો છે. પરિષદના થયેલા ઠરાને અમલ થ જોઈએ. તે માટે આંદોલન શરૂ રાખવું જોઈએ. નહિ તે ઠર કરવાને શું અર્થ છે ! ઠરાના બદલે પ્રતિજ્ઞાઓ કે પચ્ચકખાણ લેતા આપણે થઈ જઈએ તે સમાજને ઉત્કર્ષ થવામાં વાર શી !
પંડિત લાલનસાહેબના નેતૃત્વ નીચે નાગપુરની મહાસભાએ હિંદી પ્રજાને માટે સ્વીકારેલું સવરાજ્યનું ધ્યેય સ્વીકારવાને શ્રી સુશીલ તથા શ્રી દેશભક્ત દેશપાંડેને