________________
દક્ષિણ મહારાષ્ટ્ર જૈન પરિષદ
[૧૫] આડત્રીસ વર્ષ પહેલાં સં. ૧૯૭૭ માં ૧૯૨૧-૧૧૧૨-૧૩ જૂનના દિવસોમાં એક સભામાં શ્રી દક્ષિણ મહારાષ્ટ્ર જૈન શ્વેતાંબર પ્રાંતિક પરિષદ ભરવામાં આવી હતી. મહારાષ્ટ્રના ભાઈઓનું સંમેલન મળે. આસપાસના ભાઈએ પરિષદમાં આવે. બહેને પણ હાજરી આપે અને સમાજને ઉપયોગી ઠરાવોને વિચાર વિનિમય કરી રચનાત્મક કાર્ય કરે એ ભાવના આ પરિષદ પાછળ હતી.
૫૦૦ જેટલા પ્રતિનિધી ભાઈઓની હાજરી હતી. બહેને પણ ૧૨૫ જેટલી આવેલ હતી. મંગલાચરણ અને સ્વાગત ગીતે થયા બાદ અધ્યક્ષ શ્રી ફતેહચંદ કપુરચંદ લાલનના ગૌરવનું ગીત બાળકેએ ગાયું હતું. સાથે પ્રતિનિધીઓને પણ દેશ જ્ઞાતિની ઉન્નતિ તથા સ્ત્રી-શિક્ષણ સંપ તથા સુધારા માટે વિનતિરૂપ ગીત ગાયું હતું. પંડિતજીએ પિતાને પ્રમુખસ્થાન આપવા બદલ શ્રી સંઘની આજ્ઞા માથે ચડાવીને સંઘની અમીદષ્ટિની પ્રશંસા કરી શાસનદેવને પરિષદનું કાર્ય નિર્વિને સંપૂર્ણ કરાવવા પ્રાર્થના કરી હતી.