________________
દક્ષિણુ મહારાષ્ટ્ર જૈન પરિષદ
( ૭૩ )
અમૃતમય અને દિવ્ય વાયામાંથી ભક્તો કાને વખાણે! તેવી રીતે આપના ઉજવલ-ઉન્નત્ત અને સેવામય જીવનમાંથી અમે અત્રે ક્યા પ્રસગના ઉલ્લેખ કરીએ !
આપનું આખું જીવન તપામય ગયુ' છે, જૈન ધર્મ, સમાજ અને તત્વજ્ઞાનની સેવામાં આપના આયુષ્યના મધ્યાન્હ અને તે પછીના સમય ગયા છે. આપે યૂરોપ અમેરિકામાં જૈન ધમના સિદ્ધાંતાના પ્રચાર કર્યાં છે, અને સુખ દુઃખા વેઠીને અનેક તરેહના નાના વિધ પ્રસંગેામાંથી પસાર થઈને આજ ચાલીશ વર્ષોંથી આપે એકધારૂ સેવામય અને તામય જીવન ગાળ્યું છે. આપના જીવનની દરેક ક્ષણા એવી વીતી છે અને વીતે છે કે અમે કયા ખાસ પ્રસંગના ઉલ્લેખ કરીએ તેજ અમને સૂઝતુ' નથી.
આપે જૈન સંધમાં નવચેતન મૂકયુ' છે, જૈન તત્વાનુ ખરૂં' રહસ્ય આપે જૈનો તેમજ જૈનોતરાને સમજાવ્યુ' છે; અમારા દક્ષિણ મહારાષ્ટ્રીય જૈન સ’ઘમાં આપે જે ચેતન મૂકયુ છે, તેમજ અમારી આ પ્રથમ પરિષદનું પ્રમુખ સ્થાન શાભાવી અમાને અમારા જીવનની જે નવી દીશા સૂઝાડી છે, તે પુણ્ય પ્રસ ંગાના સ્મારક તરીકે અમે એક સમવાસીઓ અમારા હૃદયના ભક્તિભાવથી અમારી આપના તરફ્ની ભક્તિના અલ્પસ્મરણ ચિન્હ તરીકે આ ‘માનપત્ર' આપના પવિત્ર કરકમલમાં અર્પિત કરી કૃતકૃત્ય થઈએ છીએ.
લી. અમે આપના સેવા.