________________
( ૭ )
પંડિત લાલને
હતું કે આપણા જ્ઞાન પ્રમાણે આપણે કીઠ ઠીક ઠર કર્યા છે. અને દક્ષિણ મહારાષ્ટ્રના સદુદ્ધાર માટે તે જરૂરી છે. આપ સૌ આ ઠરાવને અમલી બનાવવા કટિબદ્ધ થાઓ. દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીજીના આદેશ પ્રમાણે આપણે સક્રિય ફાળે આપીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ! તમારૂં બળ અમારામાં ઉતાર, આપણે કરેલા ઠરાવરૂપી બીજે આપણે વાવ્યાં છે. તેનાં ફળો આવેલાં જોઈશું ત્યારે તેનું મહત્વ સમજાશે. પરંતુ તેમાં જીવન લાવવું જોઈશે. જાગૃતિ રાખવી જોઈશે અને રચનાત્મક કાર્ય કરવું જોઈશે. પિતાના મનાયેલા આભારને જવાબ આપતાં પંડિતજી ગળગળા થઈ ગયા હતા. જૈન શાસનને જય જયકાર અને અહિંસા પરમધર્મના જયઘોષથી પરિષદની પૂર્ણાહુતી થઈ હતી.
પરિષદ પૂર્ણ થયા પછી એકસંબાના શ્રી સંઘ તરફથી પંડિત લાલનસાહેબને ચાંદીની પેટીમાં નીચે પ્રમાણે માનપત્ર આપવામાં આવ્યું હતું.
માનપત્ર પુરક શ્રદ્ધાસ્ય પૂજય ગુરૂવર્ય પંડિત ફતેચંદ કપૂરચંદ લાલનની પવિત્ર સેવામાં–
સમુદ્ર મંથન કરી દેવેએ કહેલાં ચૌદ રત્નમાંથી કાના વધારે વખાણ કરી શકાય! પ્રભુના ઉપદેશરૂપી