________________
( પર).
પંડિત લાલન લેકીને ધીમે ધીમે આ જન્મથી પૂર્વ જન્મ સુધી લઈ જવા પ્રેરણા આપતા. મનની એકાગ્રતા વધારતાં વધારતાં મરણ શક્તિ ખૂબ તેજસ્વી બને છે અને ચિત્ત પ્રશાંત થાય છે, હદય નિર્મળ થાય છે, મનન ચિંતન નિદધ્યાસનથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, આ રીતે જ્ઞાન ધ્યાનમાં જે દિવસે જતાં હતા તે જીવનના અણમોલ દિવસે હતા તેમ આજે પણ થાય છે.
નાગલપુરમાં બે મહિના કેવા સ્વર્ગસમા ગયા તેને ખ્યાલ જ ન રહ્યો, દર રવીવારે લાલન સાહેબ જાહેર વ્યાખ્યાન આપતા અને તે સાંભળવા કેડાય-માંડવી વગેરેના હજારે નર નારીઓ આવતા.
પંડિતજી કહેતા કે મારે જન્મ કરછ-માંડવીમાં થયે છે, એથી કચ્છ પ્રત્યે ખૂબ આકર્ષણ છે. એ વાત પુષ્ટિ માટે લાલન સાહેબને કેડાયને શ્રી રામજીભાઈ રવજી લાલન ઉપર લખેલે પત્ર વાંચવા જેવું છે,
સાધકસદન, સોનગઢ
તા. ૨૭-૩–૧૯૫૧ આત્મ પ્રિય જૈન ધર્મ રૂપી શાસન ઉપરાંત સહકુટુંબ બંધુ રામજીભાઈ રવજીભાઈ લાલન, મંગલમય આશીષ સાથે લખવાનું કે
તા. ૧ લી એપ્રીલ રવીવારે લાલનનું શારીરીક વય ૪ માં વર્ષમાં પ્રવેશ કરશે કારણ કે એના બાલચક્ષુ