________________
બે ગ્રંથરત્નો
(૫૭) ખ્યામાં અને સર્વ જંતુઓમાં જે હું પ્રેમ રાખું તે આખા વિશ્વમાં જેટલી વ્યક્તિઓ છે તેટલા પ્રેમના ખંડ થઈ જાય.
પ્રશ્નને ઉત્તર પંડિતજી કેવી ખુબીથી આપે છે, તે જોઈએ. જ
બહેન નેરા ! એમ નથી. જ્યારે બહેન ! હું તારી સન્મુખ જોઉં છું ત્યારે અરૂપી અખંડ પ્રેમ તારામાં ભગિનીભાવ પામે છે. જ્યારે મારા બનેવી તરફ જોઉં છું, ત્યારે તેજ અરૂપી અખંડ પ્રેમ પોતાનું સ્વરૂપ બદલી આખે ને આખે બનેવીભાવ પામે છે, જયારે ઇલા તરફ જોઉં છું ત્યારે તે જ પ્રેમ આખે ભાણેજભાવ પામે છે. તેમજ સકળ જંતુમાં પ્રેમ રાખવે, એટલે સમયે સમયે પ્રત્યેક વ્યક્તિમાં, આખે ને આખે જ તે પ્રેમ હોય, પણ તેના ખંડ થઈ શકે જ નહિ. એટલે તેની સંખ્યા પણ થાય જ નહિ. જેમ પ્રેમ અવિભાજ્ય છે તેમ આત્મા પણ અખંડ છે. ઉપનિષદ્દ પણ એમ કહે છે કે -ભૂમિ પુર્ણમા पूर्णात्पुर्णमिदमुरच्यते; पूर्णस्य पूर्णमादाय, पूर्णमेवा वशिष्यनेપૂર્ણ છે. આ પણ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ આવે છે, પૂર્ણ માંથી પૂર્ણ લેતાં પૂર્ણ જ અવશેષ રહે છે.
સહજ સમાધિના ૧૦૩ કલેકેનું વિવેચન પંડિતજીએ બહુ સુંદર રીતે આપ્યું છે. એક એક લેકના અર્થ ઉપરાંત દરેકનું વિવેચન પણ દષ્ટ સહિત વિસ્તારપૂર્વક આપ્યું છે. પંડિતજીની વિદ્વતા, વિવેચન શક્તિ તથા આત્મજ્ઞાનની પિપાસાના આ પુસ્તકમાં દર્શન થાય છે.