________________
એ ગ્રંથરત્ના [ ૧૨ ]
પ'ડિત લાલનને ચેાગના કેવા ઉડા અભ્યાસ હતા. તથા તે કેવા પ્રકાન્ડ વિવેચક હતા તે તેમના મળી આવેલા એ પુસ્તકા ઉપરથી જોઇ શકાય છે.
પંડિતજીએ શ્રીમદ્ આચાર્ય શ્રી શુભચંદ્ર વિરચિત ચેાગપ્રદીપના સાર ભુત શ્રી શુદ્ધોપયેાગ સહજ સમાધિનું પુસ્તક આજથી ૫૯ વર્ષ પહેલા સને ૧૯૦૧ સંવત ૧૯૫૭ માં ભાઇશ્રી ગાંગજીભાઈ હેમરાજ તરફથી મુંબઈમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
આમાં પંડિતજી જણાવે છે કે—
પરમાત્મ દર્શનના સુગમ માર્ગ અહિરાત્મ ભાવ છેડી અંતર આત્મ ભાવ ગ્રહી, આ એક જ લીટીમાં તેમણે પુસ્તકનુ રહસ્ય મૂકી દીધું છે. ઉપાઘ્ધાતમાં આત્મ સ્વરૂપ જાણવા માટે અંતર આત્માની ઓળખાણ આપે છે, તેમજ પરમાત્માનું સ્વરૂપ વર્ણવે છે અને ચેાગના અભ્યાસ માટે એક પછી એક પગથીયાં દર્શાવે છે. તેમાં ઇંદ્રિયાને મહારના વ્યાપારા કરતાં અટકાવી અંતઃ પ્રવેશ કરવા પ્રેરે છે