________________
ગાભ્યાસ
( ૫ )
કચ્છ માંડવીનાં પ્રકાશમાં ૧૯૧૪ ના મઘાહે આ જગતને પ્રકાશ જેવાને ઉઘડયા.
માતુશ્રી કહેતા હતા કે એક નાની માચીમાં તેને સુવાડ્યો. પાસે એક દી રાખ્યો હતો અને એના પ્રકાશમાં આસપાસ જોતાં હસ્યા કરતો હતો. મને એ પ્રમાણે જોઈ તેઓ પણ આશ્ચર્યથી આનંદ પામવા લાગ્યા અને કહ્યું કે “બીજા છોકરાઓ તે જમીને રહે છે અને આ છેક હસે છે–રાજી થાય છે, આ છોકરે અમને રાજી કરશે.”
મંગલેચ્છ,
લાલન પંડિતજી એક વખત એમ પણ બેસી ગયા કે હું અંચલગરછને છું. વિશા ઓશવાલ છું. લાલન મારૂં નેત્ર છે, મારી કુંડલીમાં લખ્યું છે કે –
હું ધનવાન નહિ થાઉં પણ જ્ઞાનવાન થઈશ તેથી મારા પિતા મને ભણાવવાને રાજી ન હતા એથી હું મારા પિતાજી સૂઈ જતા. પછી મરજીદ બંદરના પુલ ઉપર મ્યુનીસીપાલીટીના ફાનસ નીચે બેસી અભ્યાસ કરતે. આ રીતે રાત્રે ગુલાલવાડીથી દસ વાગે આવતો અને બાર વાગ્યા સુધી અભ્યાસ કરતો.” તેમણે એક વખત એમ પણ કહેલું કે “મેં સુરેંદ્રનાથ બેનરજીને સાંભળ્યા ત્યારે પ્રતિજ્ઞા કરી કે મારે એમના જેવું બેલતાં શીખવું છે. મતલબ કે મારે વક્તા થવું છે.” તેમનામાં સમભાવ સહજ હતું. તેમણે ઘણી વાર નિચેની ગાથા કહેલી.