________________
કચ્છમાં ધર્મ-ઉદ્યોત
બીદડાથી સ્ત્રી-પુરૂષો આવવા લાગ્યા. જાણે કોઈ લગ્નસમાર હેય ને મોટી જાને જતી હોય તેમ બહેનભાઈઓના ટેળેટેળાં રંકડીએ (કરછના ગાડાઓ) માં આવવા લાગ્યા. .. | શ્રોતાઓ તે પંડિતજીની સુધાભરી વાણીથી પ્લાવિત થઈ જતા. કચ્છ-કોડાયમાં જાણે ચોથે આરે ન હોય, પંડિતજીની વાણીમાં જાદુ હતે-ચમત્કાર હતે. સૌના હૃદય પંડિતજીએ જીતી લીધાં હતાં.
પંડિતજીને મુંબઈ જવાનું આવ્યું. કોડાય અને આસપાસના ગામોના ભાઈ–બહેને તે એવો આગ્રહ હતું કે પંડિતજીની વાણીને છેડે વિશેષ લાભ મળે પણ. જવું જરૂરી હતું. મહિના પછી પાછા આવીને રહેવાની ઈચ્છા પ્રગટ કરી. પંડિતજી તથા હું મુંબઈ ગયા. કેડાયની વિદાય વસમી હતી. સ્ત્રી-પુરૂષની આંખે અશ્રુભરી હતી. પંડિતજીના ચરણમાં બધા પોતાના પ્રણામ કરતા હતા અને પંડિતજી પણ બધા જાણે પિતાના આપ્તજન હેય તેમ ભીની આંખે આશીર્વાદ આપતા હતા.
એ વિદાયટશ્ય હદયંગમ હતું. હદયે હદય નાચી ઉઠ્યા હતા. પ્રેમની ઉર્મિઓ ઉછળી રહી હતી. વહેલેરા વળજેના નાદ હવામાં ગુંજી રહ્યા હતા.