________________
( ૨ )
પંડિત ભાલન
પાઠ તૈયાર કરે છે. વહેલા જમી પરવારી શાળાએ જાય છે. શાળાનું આ બાળકનું વર્તન એક સંસ્કારી બાળકને શેભે તેવું હોય છે. તે પિતાના શિક્ષકને નમસ્કાર કરે છે. વિદ્યાર્થી મિત્રને તે માનીતે છે. લગભગ પહેલે નંબર જ રહે છે. પાકે તેને કઠે હોય છે. તે કવિતા બેલે છે, અને તેનું ગુંજન આખા વર્ગમાં ગાજી રહે છે. તે શાંત, વિનયી, સેવાપ્રિય અને અભ્યાસી છે. તેની બુદ્ધિપ્રભા વિશિષ્ટ પ્રકારની છે. તે શાળાનું રત્ન ગણાય છે.
શાળામાંથી આવીને તે વહેલા વહેલા જમીને પિતાના પ્રિય પુસ્તકને લઈને દૂર દૂર ચાલ્યા જાય છે. અને રાત્રે સુવાના સમયે તે આવીને શયન કરે છે.
૭૫-૮૦ વર્ષ પહેલાં મુંબઈ આજના જેવી ગીચ નહતી. રસ્તાઓ પણ ટ્રામે-બસે, મોટર અને ટેકસીઓથી ભર્યા નહોતા. ટ્રામો અને બસમાં બેસવા માટે યુવાન, વૃદ્ધો અને બબે-ત્રણ ત્રણ બાળકને લઈને દેડી જતી સ્ત્રીઓની લંગાર નહતી. માત્ર ઘેડા ગાડીના દાબડાઓના અવાજે સિવાય બહુ અવાજે પણ નહતા. આજે તે રાત-દિવસ મુંબઈથી થાણા સુધી અને આમ બેરીવલીથી પણ દૂર દૂર સુધી લેકેની ડાદોડ રહે છે. આજે મુંબઈ એવું તે જાકજમાળ લાગે છે કે પ્રકાશને ધોધ મુંબઈ ઉપર છવાઈ ન રહ્યો હોય.
૭૫-૮૦ વર્ષ પહેલાં કઈ કઈ મુખ્ય મુખ્ય સ્થાને વીજળીના દીવા હતા. આપણે ચરિત્રનાયક જ્ઞાન પિપાસુ એ કે દૂર દૂરથી પિતાના ઘેરથી ચોપડીઓના કડા