________________
પરદેશ ગમન
" [૮] આજથી ૫૦ વર્ષ પહેલાં પરદેશ ગમનથી જનસમાજને માટે ભાગ વિરૂદ્ધ હતું. પરદેશના રીત-રિવાજે ખાન-પાન, રહેણી-કરણી, પહેરવેશ તથા આચાર-વિચારો જેને સરકૃતિથી તદ્દન વિરોધી હોવાના કારણે પરદેશગમન ત્યાજ ગણાતું. પરદેશ જનાર ધર્મનું પાલન કરી શકે નહિ. ખાન, પાનમાં તે શ્રેષ્ઠતા આવી જ જાય. એટલું જ નહિ પણ બધી રીતે જૈન સંસ્કારો ભૂલીને પશ્ચિમાત્ય આચારથી રંગાઈને આવનાર કુટુંબી, જ્ઞાતિ કે સમાજમાં બંધ બેસત થઈ શકે નહિ. આવી આવી માન્યતાઓ ઘર કરી ગઈ હતી અને ઘણા કિસ્સાઓમાં આવું જ બનતું હતું. - પંડિત લાલનનું અંગ્રેજીનું જ્ઞાન સારું હતું. ધમભાવના બળવાન હતી. બહાચર્ય વ્રત લીધેલું હતું. જૈન ધર્મના સિદ્ધાંતે, આચાર, શા, અહિંસા તેમજ યંગ અને ધર્મ શિક્ષણના તેઓ ખૂબ અભ્યાસી હતા. તેમનું જીવન વિશુદ્ધ, સાદું અને પ્રેમાળ હતું.