________________
અબ હે તારે
પાલીતાણુ, માગશર સુદ ૫ ૧૯૫૭ મિત્ર રત્ન શિવજીભાઈ દેવશી,
| મુ. સાયણ તમારો પત્ર મળ્યો. તમે દીક્ષા ન લીધી તે સારું કર્યું. પાલીતાણા હમણાં આવશે નહિ. તમારી ભાવના પ્રમાણે એક અધ્યાત્મ ગુરુ મળી ગયા છે. તેઓની સાથે જ હું પાલીતાણા આખ્યો છું. મારા ઉપર તેમની અપૂર્વ કૃપા છે. તેમનું નામ પંડિત ફતેચંદ કપુરચંદ લાલન છે. તેમનું નામ સાંભળી તમને લાગશે કે તે કેઈ ગૃહસ્થી હશે પણ તે ગૃહસ્થી હોવા છતાં સાધુ જેવા છે. તેમણે ગાભ્યાસ કર્યો છે.
તેઓ અમેરિકા ચાર વર્ષ રહી આવ્યા છે. તે જૈન દર્શનના મહાન વિદ્વાન છે. જામનગરના રહીશ છે. તેમના પત્ની છે. પણ તેઓએ ચાર વર્ષ પહેલાં બ્રહ્મચર્ય વ્રત લીધું છે. તેઓ પણ દીક્ષા લેવાના હતા પણ કઈ સજજન પુરૂષની સલાહથી અહિંસાને પ્રચાર કરવા અમેરિકા ગયા. તેઓ અંગ્રેજી સારું જાણે છે. અધ્યાત્મ જ્ઞાની હોવા છતાં સંસારમાં તેઓ સર્વત્ર સુખ જ સુખ જુએ છે. તેમની દષ્ટિમાં દુઃખ દેખાતું જ નથી. સદા આનંદમાં જ રહે છે, તેમનામાં બાળક જેવી સરળતા છે. તેઓ સારામાં સારા વક્તા છે. તેમણે એક સવક્તા નામે પુસ્તક લખ્યું છે. તેમને મેં તમારી વાત કહી છે. તેઓ તે સાંભળી ખુશી થયા છે. તમે તેમને મળીને પૂર્ણ પ્રસન્ન થશે એમ મારું માનવું છે. વિશેષ રૂબરૂમાં. હું તમારી પાસે માગશર શુદ
આનંદમાં જ ર
જેથી સરળતા
વક્તા છે.