________________
( ૪૪ )
પંડિત લાલન
૯ ની સાંજે પાંચ વાગે આવી પહોંચીશ. લાલન સાહેબે તમને આશીષ લખાવ્યા છે.
શુભેચ્છક,
ગાંગજી હેમરાજના જયજીનેન્દ્ર. હું તે પત્ર વાંચીને નાચી ઉઠ્યો. હદયે હદયમાં રોમાંચ અનુભવ્યો. અહા મને અધ્યાત્મગુરૂ મળશે, હું ગીરાજના દર્શન કરીશ, હું ધન્ય બની જઈશ. હું કૃત્યકૃત્ય બની જઈશ. કે પુણ્યવાન કે માગ્યા મેઘ વરસે છે.
માગશર સુદ ૯ને દિવસ આવ્યું. હું તે સ્ટેશને જઈને બેઠે. ટ્રેન આવી. ગાંગજીભાઈનું હસતું મુખડું જોઈને હું હર્ષિત થયે ને લાલન સાહેબ ક્યાં છે તે પૂછ્યું. લાલન સાહેબ પાછળનાં મેઈલમાં હતા. તેમના કહેવાથી હું તે ગાડીમાં ચડી બેઠો. સુરતમાં છ કલાક ખૂબ ખૂબ વાતે કરી. મને તે લાલન સાહેબ વિષે ખૂબ ખૂબ જાણવાની ઉત્સુકતા હતી તેથી લાલન સાહેબની વાત કહેવા મેં ગાંગજીભાઈને વિનંતિ કરી અને તેમણે પંડિતજીના જીવન વિષે પ્રકાશ પાડશે. તેનાથી હું હર્ષિત થયે.
ટ્રેઈન આવી પણ લાલન સાહેબ દેખાયા નહિ. અમે નિરાશ થઈ ગયા. પણ ટ્રેઈન ઉપડવાની તૈયારી હતી ત્યાં સેકન્ડ કલાસમાંથી લાલન સાહેબનું આનંદી મુખકમળ બહાર દેખાયું. ગાંગજીભાઈએ બૂમ પાડી. આ રહ્યા લાલન સાહેબ ! હું તે એકદમ દેડયે તેમને પગે લાગ્યો ને બેલાઈ ગયું “અબ મોહે તારે તેમણે મારે માથે હાથ