________________
અબ મેહે તારે !
| [૯] સંવત ૧૯૫૭ માં પંડિત લાલન અમેરિકાથી ભારત આવ્યા ત્યારે મારી ઉંમર વીસ વર્ષની હતી. હું સુરતની પાસે સાયનમાં શેઠ દામજી અરજણની કુાં. વતી મહેતાજી, તરીકે આવ્યા હતા પણ મન તે મુંજવણું ભર્યું રહેતું દીક્ષાના ભાવ હતા પણ જે જે મુનિરાજેને મળે તેમાં મારા હૃદયને ઠારે તેવા કેઈ ન મળ્યાં. હું ચિંતાતુર રહેતે હતે. પહેલાં તે દીક્ષાને એ રંગ લાગેલ કે પિતા પત્ની અને મિત્રોને પત્ર પણ લખી નાખ્યા અને દીક્ષાની તૈયારી હતી પણ ભવિષ્યના ગર્ભમાં શું લખાયું હશે તે કેણ જાણે!
દિવસે દુકાનનું કામ સંભાળતે હતે. પં. બનારસીદાસને સમયસાર વાંચતે અને મારી આંખલડી અશ્રુભીની થઈ જતી. એ વખતે પાલીતાણાથી ગાંગજીભાઈ હેમરાજને પત્ર આવ્યું અને દીક્ષાને બદલે એક જ્ઞાની પુરૂષના જ્ઞાનને લાભ લેવા પ્રેરણા મળી.
આ પત્રમાં પંડિત લાલન સાહેબને પરિચય આવે છે. તે આપણા ચરિત્ર નાયકનું જીવન જાણવા માટે ઉપયેગી થઈ પડશે.