________________
પરદેશ ગમન
( ૭ ) પંડિતજીના અમેરિકાના સેવાકાર્ય વિષે વિશેષ માહીતી તે મળી નથી પણ પંડિતજી જેવા પ્રસિદ્ધ વક્તા અધ્યાત્મ પ્રેમી, જૈન દર્શનના જાણકાર, તત્વવેત્તા અને વિચારક
જ્યારે સાડાચાર વર્ષ અમેરિકામાં રહ્યા ત્યારે તેમણે ત્યાં હજારો ધર્મભાવના વાળા બહેન ભાઈઓને અહિંસાપ્રેમી બનાવ્યા હશે તેમ જ અધ્યાત્મ જીવનનું દર્શન કરાવ્યું હશે તેમાં શંકા નથી.
પંડિતજીના શબ્દમાં જ લખાયેલો એક પ્રસંગ તેની પ્રતિતી આપી જાય છે. શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ અનુયાયી મંડળના સંચાલક બાંધવોને ઠે. સ્ટેશન અગાસ વાયા આણંદ, તા. ૨૨-૩-૫૧ ક. ૧૪-૧૫ કૃપાળુ અને કરૂણવંત શ્રીમદ્ રાજચંદ્રને
અંગત પરિચય.
પરિચયની ઘટના સદગત શેઠ માણેકચંદ પાનાચંદના ભત્રીજા ભાઈ પ્રેમચંદ મેતીચંદ જે એલફીસ્ટન-હાઇસ્કુલના ૬-૭ ધોરણમાં અભ્યાસ કરતો હતો તેણે પિતાના શિક્ષક લાલનને એક દિવસે કહ્યું કે, અમારા દીગમ્બર આમ ન્યાયના એક દિગંમ્બર ગુરૂએ કેસરીયામાં એક શ્લોક સંભળાવ્યું હતું. અને કહ્યું કે આ કના પરિસીલણનથી પરમાત્માને આપણા મનુષ્ય જીવનમાં આપણે પરમાત્મા છીએ એ સાક્ષાતકાર થાય છે. એમ કહી લાલનને એ શ્લોક આ પ્રમાણે લખાવ્યા.