________________
( ૩૬ )
પડિત લાયન
પતિજી ત્યાં લગભગ સાડાચાર વર્ષ રહ્યા. ત્યાંના રીતરીવાજો તથા પાશ્ચિમાત્ય સંસ્કૃતિને પણ તેમણે અભ્યાસ કર્યું. જગ્યાએ જગ્યાએ જુદા જુદા વિષયા ઉપર વ્યાખ્યાના આપ્યા. ત્યાં મહાવીર બ્રધર હૂડ નામની સંસ્થા શરૂ કરાવી. આ મહાવીર બ્રધર હૂડ અથવા વિશ્વમૈત્રીના પ્રમુખ એચ. વારન હતા, ઉપપ્રમુખ જે. એલ જૈની એમ. એ. હતા અને મત્રી એલેકઝાન્ડર ગારડન હતા.
પ'ડિતજીએ જૈન ફીલેાસેાફીના છ દ્રવ્યા અને જીવે અને જીવવા દ્યોના જૈન સિદ્ધાંત ઉપર મનનીય પુસ્તિકા લખી હતી. અને તે ૧૯૧૪ માં મહાવીર બ્રધર હૂડ તરફથી પ્રકાશિત થઈ હતી.
પતિજીએ શ્રમણ નારદ નામની એક પુસ્તિકા જોઇ તે પાલીભાષાની એક મહામૂલી આખ્યાયિકા છે. ચૂરાપની ઘણી ભાષાઓમાં એના અનુવાદો થયા છે. ઘણી આવૃત્તિઓ પશુ થઇ છે, મહાત્મા કાઉન્ટ ટોલ્સ્ટોયે એની સુંદર સમાલેાચના કરી હતી. ઘણા લેાકાએ આ પુસ્તકના વાંચનથી પેાતાના ચાલતા મુકદમા પાછા ખેંચી લીધા હતા. એવી એ ખાધપ્રદ અને જીવન્ત કથાના આપણા પડિતજીએ અનુવાદ કર્યાં અને તેની પણ આવૃત્તિઓ થઇ છે. શ્રી મહુવાકર તેના ઉપરથી એક નાટિકા તૈયાર કરી છે.
એ કથા દરેકને પોતાના કમ ગમે તે સ્થિતિમાં ભાગવવા પડે છે તે સિદ્ધાંત ઉપર રચાયેલી બોધ કથા છે. લેાક સેવા વ્રતની એ હૃદય દ્રાવક કથા બુદ્ધ ભગવાનના લેાકસેવાના સ ંદેશ આપી જાય છે.