________________
સંતસમાગમ
( ૧ )
બર યાદ કરી લેતા. દેખાતેના તે તે મહા સાગર સમા હતા. તેમની તુલનાદષ્ટિ બહુ જ યોગ્ય હતી.
દીક્ષા લેવાની તાલાવેલીમાં તે ખાવા-પીવાનું પણ ભૂલી જતા. ટયુશન આપતા આપતા અટકી જતા. બજારમાં ચાલતાં ચાલતાં વિચારે ચડી જતા અને ઘેર આવતાં તે ઘરમાંથી જલ્દી જલદી નીકળી જવામાં આનંદ માનતા,
મુંબઈમાં મુનિરાજ શ્રી મોહનલાલજી મહારાજનું ચાતુર્માસ હતું. લાલન વારંવાર તેમના વ્યાખ્યાનમાં જતાં અને તેમને દીક્ષાના ભાવ તે હતા જ. પુત્રીના અવસાનને શેક હજી શમ્યા નહોતે. પતિ-પત્નીએ દીક્ષાની તૈયારીરૂપે બ્રહ્મચર્ય વ્રત લીધું અને જ્ઞાનચિંતનમાં મનને વાળ્યું.
નાની ઉંમરમાં પુત્ર-પુત્રી ન હોવા છતાં વૈરાગ્યભાવનાથી સંયમદષ્ટિએ ચતુર્થ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવું એ પંડિત લાલનના આત્માની ઉગ્રતા દર્શાવે છે.
તેઓ ગુલાલવાડીમાં રહેતા, ટયુશને આપતા. સાધુસતેના પરિચયમાં આવતા, પુસ્તકોના તે ગઝબના શેખીન હતા. રાત-દિવસ જ્ઞાન ધ્યાનમાં રહેતા. * અંગ્રેજોને ગુજરાતી ભણાવતા. શેઠ જેઠાભાઈ વધમાનના પત્ની ખેતબાઈને અંગ્રેજી ભણાવતા. કેઈને સંસ્કૃત શીખવતા, કેઈને ધાર્મિક શીખવતા અને એ રીતે પિતાને જીવન-નિર્વાહ ચલાવી આનંદ અને સંતોષથી રહેતા.
દીક્ષાની ભાવના હતી પણ પિતે અભ્યાસી, વિચારક