________________
સંત સમાગમ
[ ૭ ]. પંડિતજી સદગુણાનુરાગી હતા. સત્સંગ પ્રેમી હતા. ધર્મ-ભાવનાથી રંગાયેલા હતા. અને જૈનદર્શન એવું તે તેમનાં હૃદયમાં જડયું હતું કે લગ્નના બંધનમાં હોવા છતાં વારંવાર બંધનમાંથી મુક્તિ તરફ જવા તલસાટ અનુભવતાં અને પતિ-પત્ની વારંવાર ચિંતાતુર રહેતા. તેમની પુત્રી ઉજમના મૃત્યુ પછી બંનેનું મન સંસારથી ઉઠી ગયું હતું. અને પતિ-પત્ની બંને દીક્ષા લેવાને વિચાર કરતા હતા.
કોઈપણ સંત-મહાત્મા, આચાર્યપ્રવર કે મુનિરત્ન મુંબઈમાં આવે કે લાલન તેમના દર્શને જતા. તેમની વ્યાખ્યાનવાણી સાંભળતા, તેમની સાથે જ્ઞાન ચર્ચા કરતા અને સંત સમાગમને આનંદ મેળવતા. "
પુસ્તકો તે તેમના આજીવન મિત્ર સમા હતા, જ્યાં જ્યાંથી બોધપ્રદ, જ્ઞાનવર્ધક, બુદ્ધિવર્ધક અને શાંતિદાયક ગ્રંથરતને મળે ત્યાંથી મેળવતાં અને મનનપૂર્વક વાંચી વિચારી હૃદયમાં ધારણ કરવાની તેમની શક્તિ અજબ હતી.
તેમની બુદ્ધિ પ્રભા એટલી તે જ હતી કે કેના કે કઠે કરતા અને યાદ રાખવા જેવા વિષયે બરા