________________
વસ્તૃત્વકળા
. (૨૯).
-
આપી અનેક અમેરિકન સ્ત્રી-પુરૂષને જૈનધર્મના સિદ્ધાંતે તરફ આકર્ષિત કર્યા હતા. એટલું જ નહિ પણ કેટલાક અમેરિકન સ્ત્રી-પુરૂષને જૈન ધર્મની સામાયિક આદિ શીખવીને તેઓને આત્મશાંતિની પ્રસાદી આપી હતી.
વકતૃત્વકળા એ એક અદ્વિતીય કળા છે. આપણે જાણીએ છીએ કે શ્રી સુરેન્દ્રનાથ બેનરજી, શ્રી દાદાભાઈ, શ્રી ફીરોઝશાહ મહેતા, શ્રી લોકમાન્ય તિલક, શ્રી ગોખલે અને સરદાર વલ્લભભાઈ તથા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ લાખોની મેદનીને પિતાના વકતૃત્વથી મંત્રમુગ્ધ કરી હતી એટલું જ નહિ પણ બ્રીટીશ સામ્રાજ્ય જેવા મહાન સામ્રાજ્યની સામે અહિંસક યુદ્ધ કરી ભારત જેવા વિશાળ દેશની મુક્તિ મેળવી હતી.
આજે પણ આપણા લાડીલા મુખ્ય પ્રધાન શ્રી જવાહરલાલજી કે ઉપ રાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણજી દેશ-પરદેશમાં જઈને અહિંસા, વિશ્વશાંતિ અને પંચશીલને સંદેશ આપી જગતને ચકિત કરી રહ્યા છે.
વક્તા દશ સહજુ એ ઉકિત ખરેખર યોગ્ય છે.