________________
વકતૃત્વકળા હતી. વકતૃત્વકળામાં જેનું વકતૃત્વ સારૂં થશે તેને ઈનામ મળશે. તેમને પણ વકતૃત્વને શોખ હતું. તેમણે તે વિનાસંકેચે પ્રમુખશ્રીને ચીઠ્ઠી લખી, મને રજા આપવામાં આવે તે હું પાંચ મીનીટ બેલવા ઈચ્છું છું. પ્રમુખશ્રીએ આનંદ પૂર્વક દસ મીનીટ બોલવાની રજા આપી.
આ સભામાં બેલનારા તે ખૂબ તૈયારી કરીને આવ્યા હતા. લાલન તે તૈયારી વિના આવ્યા હતા. તેમણે છટાપૂર્વક સુંદર ભાષણ કર્યું. તેમણે શાસનદેવીની એક એવી કલ્પના કરી કે એ દેવી બેચેન છે. તેમના પુત્ર કુંભકર્ણની નિદ્રામાં છે, સમાજના કલ્યાણ માટે કેણ મશાલચી બનશે! ધર્મને ઉદ્યોત કયારે થશે ! આ ભાષણ પ્રમુખશ્રીને ખૂબ પસંદ પડયું. સભામાં બેઠેલા શેઠ વીરચંદ દીપચંદને લાલનની મધુર ભાષા તથા વકતૃત્વકળાની છટા બહું જ ગમ્યાં તેમણે લાલનને રૂ ૧૫, ઈનામ આપ્યું અને કઈ કઈ વખત મળવા માટે જણાવ્યું.
આજનો દિવસ લાલનના ભાગ્યદયને ગણાશે. શ્રી વીરચંદ દીપચંદની તેમના તરફ ખૂબ મમતા હતી, અને આ એક જ પ્રસંગથી તેમને વકતૃત્વ માટે પ્રેરણા મળી, પછી તે પાઠશાળામાં કે શાળામાં, મંડળમાં કે સભામાં, જયંતી પ્રસંગમાં કે કેન્ફરન્સમાં લાલન અસર કારક ભાષણે આપવા લાગ્યા અને તેમના ભાષણે બહુ જ બેધપ્રદ અને રસપ્રદ થવા લાગ્યા.
ધીમે ધીમે વકતૃત્વકળામાં તે એવા તે નિષ્ણાત બન્યા કે તેમને પ્રત્યેક નાની-મોટી સભામાં જવું પડતું અને