________________
હસતું પુષ્પ સુધી જ્ઞાન, ધ્યાન, ચિંતન અને મસ્તીમાં કેવા તલીન રહા તે ઉપરથી આપણે જાણીશું.
બાળક ફત્તેહચંદ ખરેખર હસતું પુછ્યું હતું. જ્યારે જુઓ ત્યારે તે હસતો જ હેય. રોવાનું તેના સ્વપ્નમાં પણ નહોતું. માતા અને સગા સંબંધી તે આશ્ચર્ય પામતા કે આ બાળક કઈ ભૂલો ભટક યોગશષ્ટ દેવને જીવ હશે જે અધૂરી સાધના પૂરી કરવા માનવદેહ ધારણ કરી ભારત ભૂમિમાં ઉતરી આપે છે. અને તેણે જૈન કુટુંબમાં અવતાર લીધે છે.
ચંદ્રની કળાની જેમ કચ્છની ધીંગી ધરાના અન્નપાણું લઈને બાળક ફત્તેહચંદ દિન પ્રતિદિન વધવા લાગ્યા.
પિતા કપૂરચંદને જામનગર આવવાનું થયું ને ફતેહચંદે જામનગર, સૌરાષ્ટ્રનું પાણી પીધું અને સૌરાષ્ટ્રના સંસ્કારે જીવનમાં વણી લીધા.
જન્મ કચ્છમાં થયો હતો. પણ જામનગરમાં બાળપણનું ઘડતર થયું તેમજ નાનપણના સંસ્કારે જામનગરમાં દ્રઢ થયા તેથી ફતેહચંદ જામનગરને પણ જન્મભૂમિ સંસ્કારભૂમિ માનતા. તેમના કુટુંબીજને જામનગરમાં ઘણા હતા અને ફતેહચંદ એ કુટુંબીજને વચ્ચે રહીને સૌરાષ્ટ્રની સંસ્કારિતા, મધુરતા, જિજ્ઞાસાવૃત્તિ અને મહત્વાકાંક્ષા મૅળવી કિશોર થયા.
પિતાને કામ ધંધા માટે મુંબઈ આવવાનું થયું અને ફતેહચંદે કિશોર અવસ્થા મુંબઈમાં પસાર કરી. અહીં