________________
લાલનગેત્રને ઉજજવળ ઇતિહાસ
" [૩]. આપણા ચરિત્રનાયક ફતેહચંદભાઈનું ગોત્ર લાલનગોત્ર હતું. આ લાલનગેત્રને ઈતિહાસ ઘણે ઉજજવળ છે.
વિક્રમ સંવત ૭૧૩ માં ઝાલોર નગરમાં સેનગીરા સેઢાવંશના કાન્હડદે નામના સેલંકી રાજપૂત રાજ્ય કરતા હતા. અહીં શ્રી સ્વાતિ આચાર્ય પધાર્યા. તેમણે ઉપદેશ આપી રાજા કાન્હડદે તથા તેના પુત્ર રાયધનને શ્રાવક કર્યા. તેમણે ઝાલેરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું જિનમંદિર બંધાવ્યું. તેમની પ્રથમની દેવી સચદેવી કુળદેવી હતી. તેને પાડાનું બલિદાન આપવું પડતું તે માટે ગુરૂ મહારાજે તે દેવીને સમ્યકત્વ ધારી બનાવી અને જીવ વધનું બલિદાન બંધ કર્યું.
- વિક્રમ સંવત ૧૧૭૩ માં તેમના વંશમાં પારકરમાં આવેલા પીલુડા ગામમાં રાવજી નામે ઠાકર થયા. તેમની સ્ત્રી રૂપાદેવીની કુક્ષીએ લાલણ તથા લખધીર નામના બે પુત્ર થયા.
લાલણને શરીરે કોઢ થયે. એવામાં અંચળગચ્છાધીશ શ્રી જયસિંહસૂરિ ત્યાં પધાર્યા. રાવજીના કારભારી દેવશી