________________
જીવનનું ઘડતર ટયુશન પણ આપવા લાગ્યા. મહિનાને ખર્ચ આ રીતે કમાઇ લેતા અને તેમાં આનદ માનતા.
પિતાની ઈચ્છા તે હતી કે તે વ્યાપારી થાય, સટ્ટાબજારમાં કે શેરબજારમાં ગોઠવાય, કોઈ વ્યાપારની પેઢીમાં નેકરી લઈ લે અને પછી સારે શ્રીમંત થાય અને સુખી થાય. પણ ફતેચંદભાઈનું વલણ ધાર્મિક હતું અને વ્યાપારી બનવા કરતાં તે સમાજ કલ્યાણ સાધવાના વ્યાપારી બન્યા. અને તેમણે સાદાઈ તથા પ્રમાણિકતા ઓછામાં ઓછી જરૂરીયાતે-કશે પરિગ્રહ નહિ-સ્પષ્ટ વ્યવહાર તથા ધર્મભાવનાથી સભર જીવન જીવવાને નિર્ધાર કર્યો.
જીવનનિર્વાહ કરકસરથી ચલાવો. જે મળે તેમાં જ પુરૂ કરવું, કેઈનું દેવું ન કરવું અને ઘરમાં કઈ વસ્તુનો સંગ્રહ ન કર, કપડાં પણ સાદા ને જરૂરીયાત પ્રમાણે લેવાં અને એક પાઈ પણ બીજી રીતે મેળવવી નહિ. આ તેમની દષ્ટિ હતી.
તેમના પત્નીને આવું નિધન તથા કરકસરવાળું તદ્દન સાદુ જીવન પસંદ ન હોય તે સ્વાભાવિક છે પણ પંડિત લાલન તેમને સમજાવી લેતા અને જીવન જીવવાની કળા આત્મસંતેષ, સાદાઈ અને કરકસરમાં જ છે, તે તેમના વિશેષ પરિચયથી તે પણ સમજી ગયા હતા.
ફતેચંદભાઈ તે Simple living and High thinking સાદુ જીવન અને ઉચ્ચ ચિંતનમાં આનંદ માનતા અને જમવાનું તે જે મળે તે પેટને ભાડું આપવાની દ્રષ્ટિથી લેતા.