________________
( ૧૨ ).
પંડિત લાલન
હશે, તેનું આશ્ચર્ય થયું. રાત્રીએ જેસાજીને સ્વપ્નમાં લક્ષમીદેવીએ કહ્યું કે તારા પુણ્યથી ખેંચાઈને હું આજથી તારે ત્યાં રહી છું. તારી સ્ત્રીએ મારૂં ઘણું સન્માન કર્યું છે. ત્યારથી જેસાજીના ઘરમાં લક્ષમીની વૃદ્ધિ થઈ.
જેસાજીએ ગુજરાતમાં આવી પાટણ, અમદાવાદ, ખંભાત, વિરમગામ આદિ ગામોમાં તેમજ ચિતડ, નાગેર, જોધપુર, સિરોહી, નાડલાઈ, જેસલમેર, બાડમેર, અમરકેટ, પારકર, સાચોટ, ભિન્નમાલ આદિ નગરોમાં સંઘમાં ખાંડ તથા ત્યાં ત્યાંના સિકકાઓની લાણ કરી. અને અમરકેટમાં શિખરબંધ જૈન દહેરાસર બંધાવ્યું તથા ચતુર્વિધ સંઘની ઘણી ભક્તિ કરી. તેણે પીલુડામાં પણ જૈન મંદિર બંધાવ્યું અને “જેસે જગદાતાર” એવું બિરૂદ મેળવ્યું.
આ લાલણ વંશના બે મહારથીઓ શ્રી વર્ધમાન અને શ્રી પદ્ધસિહે જામનગરમાં સુપ્રસિદ્ધ મંદિર બંધાવ્યું. તથા શત્રુંજયને માટે સંઘ કાઢ્યો હતે. અને તીર્થભક્તિ તેમ જ સંઘભક્તિમાં અઢળક દ્રવ્ય ખરચ્યું હતું, તે ઈતિહાસમાંથી જૈન સમાજની સાહસિકતા, વ્યાપારી કુનેહ, ધર્મશ્રદ્ધા તથા દાનશૂરતાના દર્શન કરીએ.
લાલન વંશની પંદરમી પેઢીએ કચ્છમાં સુથરી પાસે આવેલા આરીખાણા ગામમાં વિક્રમ સંવત ૧૬૩૦ ની લગભગમાં અમરસિંહ નામે શ્રેણી વસતા હતા. તેમની વૈજયંતી નામની સર્વગુણ સંપન્ન પત્નીએ મહાભાગ્યશાળી પુત્રને જન્મ આપે. તેનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું.