________________
લાલગેત્રને ઉજજવળ ઇતિહાસ
તથા જગડુ અને પદ્ધસિંહ શાહના પુત્ર શ્રીપાળ, કુરપાળ તથા રણમલે મળીને સંઘ માટેની બધી તૈયારી કરી નવાનગર બંદરે આવ્યા. નવાનગરના રાજા શ્રી જસ વતસિંહજીને સેનામહારના થાળનું ભેટશું થયું. રાજાએ રક્ષણ માટે ૧૦૦ સુભટે આપ્યા. મહારાજાએ તેમને સંઘમાંથી પાછા આવી નવાનગરમાં નિવાસ કરવા આમંત્રણ આપ્યું અને અરધી જગાત લેવા જણાવ્યું
આ સથે નવાનગરથી પ્રયાણ કર્યું ત્યારે નીચે મુજબ સામગ્રી હતી.
૫૦૦ રથ, ૭૦૦ ગાડાં, ૯૦૦ ઘેડા, ૯ હાથી, ૧૫૦ તંબુ ખેડનારા, ૫૦૦ ઊંટ, ૧૦૦૦ ખચ્ચર, ૨૦૦ રાઈયા ૨૦૦ સાધુઓ, ૩૦૦ સાધ્વીઓ, તથા લગભગ પંદર હજાર સ્ત્રી-પુરૂષ હતા. - ગિરિરાજની યાત્રા ખૂબ આનંદપૂર્વક કરી. આચાર્યશ્રીના મંગળ હસ્તે તીર્થમાળ પહેરી, ખૂબ મહેન્સ કર્યા. પંદર દિવસ સુધી ગિરિરાજની યાત્રાને લાભ લીધે.
ત્યાંથી સંઘ સહિત નવાનગર આવ્યા. મહારાજાએ આડંબર પૂર્વક સામયું કર્યું. બંને ભાઈઓએ ૫૦૦૦ સોનામહેરને થાળ મહારાજાને ભેટ ધર્યો.
તેઓએ નવાનગરમાં નિવાસ કર્યો. અહીં વ્યાપાર ખૂબ વધે. મહારાજા સાથેની પ્રીતિમાં ખૂબ વૃદ્ધિ થઈ.
પસિંહની પત્ની કમલાદેવી ઘણી જ બુદ્ધિમાન હતી તેમણે પિતાના જેઠ વર્ધમાન શાહ તથા પિતાના સ્વામી