________________
લાલનગાત્રને ઉજવળ ઇતિહાસ
( ૧૧ ) આ રીતે લાલણના નામથી લાલણગાત્ર શરૂ થયું. તેઓશ્રી જયસિંહસૂરિના ઉપદેશથી બાર વ્રતધારી શ્રાવક બન્યા.
આ ગેત્રના વંશજે મુંદ્રા-નવાનગર, અંજાર, નગરપારકર, ભુજ, કઠારા, સિદ્ધપુર (સિંધ) જેસલમેર, માંડવી, કેડાય, રાધનપુર, કેરવાડા, સારા, કેટડા, પીલુડા આદિ ગામોમાં વસે છે.
આ લાલણના વંશમાં નગરપારકરમાં થયેલા વેલાજીના પુત્ર વરજાંગ તથા જેસાજીએ પાખીને દિવસે આઠ પહોરને પિસહ કર્યો હતે. તે દિવસે સંધ્યાકાળે લહમીદેવી સ્ત્રીનું રૂપ કરીને તથા શ્વેતવસ્ત્ર ધારણ કરીને તેને ઘેર આવી તથા જેસાજીની સ્ત્રીને કહ્યું કે મને રાતવાસો રહેવાને સ્થાન આપે. જેસાજીની સ્ત્રીએ ઘણા આદરમાનપૂર્વક તેણીના પગ ધોઈ ઘરમાં સુંદર બીછાનું પાથરી આપ્યું અને તેમને મોટાં ઘરનાં કોઈ મહેમાન હોય તેમ ખૂબ સન્માન કર્યું. પિતે બાજુના રૂમમાં સુતા.
સવારના જેસાજી શિહ પારીને ઘેર આવ્યા. દેવપૂજા અને ગુરૂભક્તિ કરી પારણું કરવા બેસવાને સમય થયે ત્યારે તેની સ્ત્રીએ કહ્યું કે “આપણે ત્યાં રાત્રે એક મોટા ઘરનાં સ્ત્રી મહેમાન આવ્યા છે. તે બાજુના રૂમમાં સુતા છે પણ હજી ઉઠ્યા નથી. તે તેને હું ઉઠાડીને પછી તમને પારણું કરાવું.” જેસાજીએ કહ્યું. “તેને જલદી ઉઠાડીને પ્રાત ક્રિયા કરાવી જમવા બેસાડે.” જેસાજીના સ્ત્રી તે ઓરડામાં ગયા તે પથારી ખાલી અને મહેમાન ક્યાં ગયા