________________
( ૧૦ )
પંડિત લાલને ઓસવાળ અને જૈન હતા. તેમની વિનંતિથી આચાર્યશ્રીએ ભાવમાં લાભ જાણીને મહાકાલીનું આરાધન કરવા કહ્યું અને તેને રેગ દૂર થયે. એટલે લાલણે પિતાના માતા-પિતા સહિત વિક્રમ સંવત ૧૨૨૯ માં જૈનધર્મને સ્વીકાર કર્યો,
પીલુડામાં આચાર્યશ્રીના ઉપદેશથી શાંતિનાથની દેરી બંધાવી. પિતાના કારજ વખતે તકરાર થવાથી લાલણ પિતાની માતા સાથે કચ્છમાં આવેલા ડેણ ગામમાં પિતાને મોસાળ આવ્યા. મામાને સંતાન ન હોવાથી સઘળે ગરાસ લાલણને મળ્યો.
પિતાની ગેત્રદેવીને સ્થાપવાના ભાવથી અઠ્ઠમની તપશ્ચર્યા કરી આરાધન કર્યું. દેવી પિતાનું ભયંકર રૂ૫ મહિષના આસન ઉપર સ્વાર કરી પ્રત્યક્ષ થઈ. લાલણ જરા ભય પામ્યો ને ત્રણ ડગલાં પાછા હઠ્યો.
સેવકને ભયભીત થયેલ જાણી પિતાનું ભયંકર સ્વરૂપ સંહારીને શાંત-મનહર રૂપ ધારણ કરી કમલાસન સાથે લક્ષમીદેવીનું સ્વરૂપ કર્યું. લાલણે રસ્તુતિ કરી. માતાજીએ વરદાન માગવા કહ્યું.
માતાજી! આપ મારા વંશની કુળદેવી થજે અને મારા વંશજોને સર્વ પ્રકારની સંપત્તિ આપવામાં સહાયતા કરજે.”
હે વત્સ! તું મારા ભયંકર સ્વરૂપથી ત્રણ ડગલાં પાછળ હટી ગયે તેથી હું તારા વંશમાં ત્રીજી પેઢીએ લહમીરૂપે સહાય કરીશ. તારા વંશજોને હું તુષ્ટમાન થઈશ. આ વંશની શાખાએ આંબાના વૃક્ષની પેઠે વિસ્તાર પામશે.”