________________
( ૮ )
પંડિત લાલન
મુંબઈમાં મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. ધાર્મિક શિક્ષણ મેળવ્યું. જ્ઞાન પિપાસાની તૃપ્તિ માટે જ્યાંથી મળે ત્યાંથી પુસ્તકે મેળવીને આપણે જોઈ ગયા તેમ રોજ ઘેરથી ચાલી આવીને મ્યુનીસીપાલીટીના દીવાથી અનેક પુસ્તકેનું અવગાહન કર્યું અને જૈન ધર્મના સૂત્રો અને સિદ્ધાંતને અભ્યાસ કરી તેમાં પ્રવીણતા મેળવી.
કુમાર ફતેહચંદને તે પુસ્તકને એ ગજબને શોખ હતું કે સનેહી મિત્રોની સહાયતાથી કે પિતા પાસેથી નાસ્તા માટે મળતે પિસે પૈસા બચાવીને સારા કપડાં શીવરાવવાના હોય ત્યારે તેમાં કરકસર કરીને કે શાળાના ઈનામમાંથી સંસ્કાર વર્ધક સુંદર જીવન ચરિત્રે તથા બાધક પુસ્તક લઈને પિતાની જ્ઞાન પિપાસા તૃપ્ત કરતા અને જ્ઞાનને પ્રકાશ મેળવતા.
ફતેહચંદના જીવનમાં ત્રિવેણીસંગમ જોવા મળે છે. તેમની જન્મભૂમિ કચ્છ, સંસ્કારભૂમિ જામનગર અને અધ્યયનભૂમિ મુંબઈ, આ રીતે ત્રણે ભૂમિના વિશિષ્ટ સંસ્કારો લઈને ફતેહગંદનું જીવન ઘડતર થયું. જન્મભૂમિ કચ્છની સાહસિકતા અને હિંમત, સંસ્કારભૂમિ જામનગર, સૌરાષ્ટ્રની જિજ્ઞાસા અને મહત્ત્વાકાંક્ષા અને મોહમયી મુંબઈની વિશાળતા તથા માનવપ્રેમ મેળવી આપણા ચશ્વિનાયક મહાન પંડિત થયા, એ હમેશાં હસતું પુષ્પ સમા જ રહ્યા,