________________
પંડિત લાલન
શનપિપાસા
જ્ઞાનની પિપાસા જાગે છે ત્યારે બાળક કે વઢ, જી કે પુરૂષ બધા જ્ઞાન મેળવવા ઉત્સુક હોય છે. ગમે ત્યાંથી, ગમે તેવા દુઃખ સહન કરીને, પેટને ભાડું આપવા જે મળે તે ખાઈને અને ઉજાગર કરવા પડે તે કરીને પણ ' જ્ઞાન મેળવવા તત્પર બને છે.
જ્ઞાન મેળવવાની ભાવના જાગવી એ પૂર્વ પુણયનો ઉદય અથવા પૂર્વ જન્મમાં અધૂરી રહેલી જ્ઞાનની આરાધના માટે તલસાટ હોય છે. જ્ઞાન એ જીવનનું અમૃત છે અને સમ્યગ જ્ઞાન દ્વારા મોક્ષ માર્ગ મેળવવાના પ્રયને કરવા એ જીવનનું ધ્યેય છે.
બાર તેર વર્ષને એક કુમાર પ્રાત:કાળે ઉષાના કિરણ હજી તે ઢંકાયેલાં હોય છે અને ગૃહિણીઓ પ્રાતઃ ક્રિયા શરૂ કરે તે પહેલાં જાગૃત થઈ નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરી ધાર્મિક સૂત્રો કંઠે કરે છે અને તેના રહસ્યનું અમૃતપાન કરે છે.
શૌચાદિથી પરવારી સ્નાન કરી પ્રભુ-પૂજન માટે જાય છે અને નવકારશી કરી ડું દુધ પી ફરી શાળાના