________________
[૭૭]. બાપુજીને તે માણસ પર ગુસ્સે ન આવતાં ઉલટાનું તેઓ મણિબહેનને કહેવા લાગ્યા કે બહેન! તેના પર ગુસ્સે ન થાઓ. તે બિચારાને ૬૫ રૂપીઆની જરૂર હશે. મારી પાસે માગત તે હું તેને ૫ કે ૧૦ રૂપીઆ આપત. જરૂરીઆત જેટલા નહિ આપું એમ સમજી તે લઈ ગયે. શરમને લીધે તે પાછો આવ્યો નથી. તે બહેન તેના પર ગુસ્સે ન થાઓ પણ દયા કરે. આ બેલતી વખતે તેમના મુખારવિંદ પર જાણે સહૃદયતા, ક્ષમા, ઉદારતા અને કરૂણતા તરી રહ્યાં હતાં. એ જોઈ મારું દિલ તેમને નમ્યું. એક તે પૂ. ગાંધીજી અને બીજા અનેક દેશનેતાઓનાં દર્શન અને વાણીને લાભ મળેલ. વળી ઉપરોક્ત રીતે પૂજ્ય બાપુજીના ક્ષમાદિ ગુણેના દર્શનથી મારા દિલે જંગમ તીર્થયાત્રા કર્યાને સંતેષ અનુભવ્યો. બાદ હું, જીવીબાઈ અને માણેકબહેન પાલીતાણની યાત્રા કરી મઢડા આવ્યાં. ત્યાં આશ્રમનું સેવામય વાતાવરણ જોઈ હું ત્યાં જ રહી ગઈ. આથી પૂજ્ય બાપુજીને સહવાસ ખૂબ થા. તેઓ વૃદ્ધ હેવ છતાં યોગાભ્યાસીઓને ગાભ્યાસ કરાવતા. તમે નામ રૂપ” નથી પણ તમે તે ચેતન્યવત આત્મા છે એ એટલી સરસ રીતે સમજાવતા કે જાણે પ્રત્યક્ષ ચિતન્યમય આત્મા દેખાડતા ન હોય! એ ભાસ થતે.
પાપ, દુખ અને દેષ એ ત્રણને પૂ. બાપુજી કઈ દિવસ મન, વચન અને કાયાથી સ્પર્ધો પણ નથી. એ શબ્દને ઉરચાર પણ તેઓ પોતાની જીભથી નહિ કરતા. હું કુતુહલવૃત્તિથી કેઈ વખત કહેતી કે બાપુજી શબ્દોએ શું થાય?