________________
[
પ ]
સંસ્કારથી મારા દિલમાં સમહત્વાકાંક્ષા જાગી અને વૈરાગી જીવન પસંદ પડયું. આથી મેં આજીવન કૌમાર્ય વ્રત લીધું. હવે હું કેડાયમાં જ રહેતી. સં. ૧૯૭૪ ની સાલમાં પૂ. શ્રી શિવજીભાઈનાં પ્રથમ દર્શન થયાં. તેઓની કેડાયમાં હમેશાં
કાગડોળે રાહ જોવાતી. તેઓ આવે ત્યારે કલાકના કલાકે અખંડધારાએ ઉપદેશામૃત વર્ષાવે. અને આનંદેલ્હાસનાં પૂર વહાવે આથી આશ્રમ અને ગામના અનેક પુન્યાભાએ સેવા, ભક્તિ, પોપકાર વગેરેની આત્મકલ્યાણકારી પ્રેરણા મેળવતા. તેમના દર્શનથી મારા દિલમાં વર્ષોથી રહેલી દર્શન ઝંખના સંતેષાઈ. તેમના ઉપદેશામૃતથી કંઈક નવીન પ્રેરણા મળી. તેમની અગાધ શક્તિ જોઈ મને આશ્ચર્યમુગ્ધ બન્યું. કે એટલું બધું જ્ઞાન કયાંથી મેળવ્યું હશે ? કંઈક તેમની વાણીથી, કંઈક તેમની પરિચિત વ્યક્તિઓથી જાણી શકાયું કે તેમણે પૂર્વજન્મમાં તે આરાધના કરી હશે. પણ આ જન્મમાં સંતચરણની જબ્બર ઉપાસના કરી છે. અને કરે છે એટલે તેમને ગુરૂકૃપા ફળી છે. તેમના ગુરૂ પણ મહાન છે. તેમનું નામ “પંડિત લાલન છે. એ સાંભળતાં મને તેમના દર્શન માટે ઝંખના થઈ. પૂ. શ્રી શિવજીભાઈ લગભગ દર વર્ષે કચ્છ આવતા અને કંઈક નવીન નવીન સંભળાવતા. સં. ૧૯૭૭ માં તેઓશ્રીએ પૂ. મહાત્મા ગાંધીજીને સંદેશે આપે. નવજીવન વાંચવા અને દેશ માટે કંઈ કરી છુટવા પ્રેર્યા. આથી અમે રંટીઓ કાંતતાં અને ખાદી પહેરતાં થયાં. સં. ૧૯૨૧ ની સાલમાં અમદાવાદમાં કેગ્રેસ ભરાઈ. હું, જીવીબાઈ માણેકબાઈ, રાણબાઈ અને કેશરબાઈ અમે પાંચ જણી દેશનેતાઓનાં દર્શન