________________
વિદુષી કુમારી પાનબાઈ ઠાકરશીને પત્ર
કચ્છ કડાય, તા. ૧-૧-૨૦, . હું જ્યારે અગ્યારેક વર્ષની હતી અને થોડુંક વાંચતાં શિખી ત્યારે પૂ. શ્રી શિવજીભાઈનાં સત્કાર્યો જેવાકે કેળવણી પ્રચાર માટે બેકિંગ વિધવાશ્રમ, ઠેકઠેકાણે કન્યાશાળાઓ અને પાઠશાળાની સ્થાપના. તેમજ આ સંસ્થાઓમાં જૈનધર્મના સંસ્કાર અને જ્ઞાન અપાય તેના માટે તેમણે તેની સીરીઝ તયાર કરેલી તેમજ જૈન સમાજમાં જ્ઞાનવૃદ્ધિ થવા માટે “વિદ્યાપ્રસારક વર્ગ” મારફતે પુસ્તક પ્રકાશન ખાતું ચલાવવા વગેરે સત્કાર્યોનું અમારી શિક્ષિકાના મુખે વર્ણન સાંભળ્યું. તેમજ તેમણે જાતે લખેલ “વિદ્યાચંદ્ર સુમતિ, શિવધ, શિવપ્રબોધ, વિવિદ વગેરે પુસ્તક વાંચતાં અને તે વખતે અમારી કન્યાશાળામાં પાઠ્યપુસ્તક તરીકે તેમણે તૈયાર કરેલી સીરીઝ ચાલતી તેને અભ્યાસ કરતાં મને થતું કે જે માણસ સમાજકલ્યાણ માટે આટલું બધું કરી રહ્યો છે અને આવું સરસ પિતે લખી શકે છે તે માણસ કે હશે? મને એ માણસનાં દર્શન ક્યારે થશે એ ઝંખના ખૂબ રહ્યા કરતી.
ક્યારેક મારા બાળ હદયમાં એ ઉર્મિ ઉઠતી કે ભગવાન ઘડીક પાંખ આપે તે ઉડી એ માણસનાં દર્શન કરી આવું. મારા સદ્ભાગે સં. ૧૯૭૦ માં પ્રથમ કેડાય “સદાગમ પ્રવૃત્તિ સંસ્થામાં આવવાનું થયું. ત્યાનાં ભવ્ય વાતાવરણ અને