________________
ધન્યવાદ
- વિદુષી કુમારી પાનબાઈ ઠાકરશી દેશના માટે બે વખત જેલમાં ગયાં છે. તેમને સૌ કચ્છની સજની તરીકે પીછાને છે. લોકલ બેડના તેઓ ઉપપ્રમુખ હતા. કચ્છ કેડાય સદાગમ પ્રવૃત્તિ સંસ્થાના તેઓ ટ્રસ્ટી છે. અને એ સંસ્થા તેઓ ઘણી જ લાગણીથી ચલાવે છે. કુમારીકાઓ, સધવાએ અને વિધવાઓને શિક્ષીકા બનાવવાનું એ સંસ્થા કામ કરે છે. પૂજ્ય લાલન સાહેબ સાથે બહેનજી પાનબાઈને ખૂબ પરિચય હતું. મેં તેમને તેમના વિશે કંઈક લખવા લખ્યું. પણ તેમની તબીયત સારી નહી હોવાથી લખી નહિ શકયા. પણું મારે આગ્રહ ચાલુ જ રહ્યો. અને તેમણે લખી કહ્યું તેમાં કેટલીક વાતની મને પણ ખબર ન હતી. તેમને પત્ર નીચે પ્રગટ કરું છું. અને તેમણે લખી મોકલ્યું તે બદલ ધન્યવાહ આપું છું.
પ્રય