________________
[ ૭૪ ] કરવા અને કંઈક નવીન પ્રેરણા મેળવવાના હેતુથી અમદાવાદ ગયાં. ત્યાં પૂજ્ય શિવજીભાઈ મળ્યા. તેઓ પિતાના બહોળા મિત્ર વર્ગ સાથે ખાદી નગરમાં ઉતરેલા. ત્યાં અમને લઈ ગયા. જેમના દર્શનની મને ખૂબ ઉત્કંઠા હતી તે તેમના ગુરૂ પંડિત લાલન પણ તેમની સાથે જ હતા. તેમનાં પ્રથમ દર્શન થતાં અનેક જન્મની સાધનાથી પણ દુપ્રાપ્ય મૂર્તિમંત “ગુણભંડાર ” યાને ભાસ કર્યો. અરે! માત્ર ભાસ ન થયો પણ બીજે જ દિવસે તેમના કેટલાક ગુણેના પ્રત્યક્ષ દર્શન થયા. હકીકત એવી બની કે, તેમણે લખવા વગેરેના કામ માટે એક નેકર રાખેલ. તે હમેશાં જ્યાં જાય ત્યાં સાથે રહે અને સરસામાન સાચવતે. તે માણસ આગલે દિવસે તેમની પેટીમાંથી રૂપીઆ ૬૫) કાઢી છુમંતર થઈ ગયે. પૂજ્ય બાપુજી (પં. લાલન)નાં મણિબહેન નામે એક સુશિક્ષિત બ્રાહ્મણ જ્ઞાતિનાં ધર્મબહેન હતાં. તેઓ જ્યારે તેમની સાથે રહેતાં ત્યારે ખજાનચીનું કામ કરતાં. તેમણે કંઈ કારણસર પિસાનું પાકીટ જોતાં રૂા. ૬૫) ન મળે. તેમણે બાપુજીને પૂછયું કે ભાઈ ! પિસા કાઢયા છે ? તેમણે ના કહેતાં ફરી આઘીપાછી ચોકસાઈથી તપાસ કરતાં પણ પૈસા ન મળ્યા. આગલે દિવસે તે માણસે પેટીની ચાવી લીધી હતી. તેણે પેટી બંધ કરી ચાવી આપ્યા પછી કેઈએ પેટી ઉઘાડી ન હતી અને તે ચાવી આપી ગયા પછી હજી સુધી પાછા આવ્યું ન હતું. એટલે તેણે જ રૂપીઆ કાઢયા છે એમ સમજાયું. ત્યારે મણિબહેને ગુસ્સે થઈ બાપુજીને ઠપકો આપે કે, ભાઈ! તમે તેને વિશ્વાસે રહી ઠેકરે ખાઓ છે, ત્યારે