________________
[ ૭૪ ] ગ્રાહ્યામ” એ સૂત્રાનુસાર એ સંપ્રદાયમાંથી પણ મને કંઈક જાણવાનું મળે અને તેમની કંઈ સેવા અને વિચાર વિનય કરતાં કંઈ લાભ થવાને હેય તે તે પણ પરિચય કયેથી બને. એટલા માટે જાઉં છું. કાંઈ પણ જવાથી તારા બાપુજી નાના નથી જ થવાના સમજી? આ તેમની નિરાભિમાનતા, ગુણદષ્ટિ અને બાળ સુલભ સરળતા જોઈ તેમના પ્રતિ ભક્તિથી માથું નમ્યું. તેઓ કહેતા કે મતાગ્રહી લેકે ભલે આક્ષેપ કરે કે લાલન ઘડીકમાં રામવિજયના ભક્ત બની ગયા કે તેરાપંથી અગર નાની પક્ષના ભક્ત બન્યા. પણ હું તો મહાવીરનો ભક્ત છું અને છેલ્લા શ્વાસસુધી રહેવાને. અને કેઈપણ વાડા બંધીમાં ન પૂરાવા નક્કી કર્યું છે કે –“પક્ષપાતે નમે રે, ન હે કપિલાદિષ; યુક્તિમદ વચનં યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ.” એ એમને સર્વધર્મ પ્રતિને સમભાવ અને આદર હતે. તેથી તેઓ જેની કે જૈનેતર સંપ્રદાયના કેઈપણ પ્રર્વતકેને પરિચય કરતા. તેમાં જે સારું દેખાય તે પોતે સંઘરતા અને મહાવીરના સત્યમાર્ગનું તેમની પાસે નિરૂપણ કરી તેઓની સેવા કરતા. એજ દષ્ટિથી તેમણે યુરોપ, અમેરિકા, જઈ અને કેને જૈન ધમી બનાવ્યા, અનેકેને દારૂ માંસ છોડાવી શાકાહારી કર્યા, અનેકેને મહાવીરના સિદ્ધાંત પ્રતિ સન્માન ધરાવતા કર્યા અને કેટલાક મિત્રોને તો બાર વ્રતધારી શ્રાવક પણ બનાવ્યા.
अय निजः परो वेत्ति, गणना लघु चेतसाम् । उदार चरितानं तु, वसुधैव कुटुंबकम् ।।