________________
[૪૬]. તેથી મારો હાલ અતરે રહેવાને ચિત્ત થયો છે. માટે સાહેબજી હવે મારે લખવાને એ છે જે કઈ સારે સાથ જોઈને તે સાથે આગબેર્ટમાં મારી વહુને ચડાવી મૂકજે ને જે દિવસે ચડાવવાનો વિચાર હોય તેથી અગાઉ દન ત્રણથી ચાર મને કાગળ લખી મોકલજે તે તે ઉપરથી હું મુંબઈ જાઈશ ને આરસની લાદીઓ તથા ત્રરીની તજવીજ કરીને મલશે તે મેકલાવીશ. વલતે મારી વહુને મુંબઈથી અતરે તેડી આવીશ. માટે રવાના તમારા પાસેથી થાય એથી ૨ કે, ૩ દાડા અગાઉ મને કાગળ લખશે અને સાથ બાઈ માણસેનું હોય અને આપણી ઓળખાણનું માણસ હોય તે સાથે એક લશે. એકલા એકલશો નહી. બીજું આપ તજવીજ કરશો તે કઈને કઈ જેગ બની જશે અને મારી વહુને ટીકીટ લઇને બાકી દશ રૂપિયા સાથે આપજે. વધારે આપશે નહીં. ને તેની કેરી જે થાય તે મારા ખાતે ઉધારી વાર. અને પ્રથમ રૂપિયા જે મારી પાસે છે તેને હિસાબ મુંબઈ ગયેથી લખીશ. બીજુ શ્રી આચારાંગજીની ટીકા જરૂર મેકલશે. બીજું મારી વહુને કહેવું જે ભણવાનું પુરતક બીજે કાંઈ લાવવાની જરૂર નથી. અતરે સર્વે મલશે. બાકી પ્રાકૃત વ્યાકરણની પ્રત નાની મોટી જે આપણા હાથની લખેલ છે તે તથા પછી શતક તથા કર્મગ્રંથ તથા બૃહત રત્નકર એ મારા હાથના લખેલ છે. તથા છુટા કાવ્ય જે ચેપડીમાં ઉતાર્યા છે તે લાવજે. | બાકી ચંદ્રિકા તથા અમરકેશ લાવશે નહીં. બીજું ભાઈજી સાહેબ રવજીભાઈજીને માલમ થાયે જે બાઈને પાઠ,