________________
[૫૦] સાહેબજી શાંતિ સાગરજીએ તત્રના ભાઈએ બહેનને ધર્મને પ્રીતિ કહી છે મતી સંવત ૧૯૩૬ ના કારતક સુદ ૧૫ અને બીજું કાગલ એક કારતક સુદ ૮ ને લખેલો આજ દિને પતું છે. તે વિશેષ વિગત સર્વે માએલા કાગલથી ધારજો. બીજું આરસની લાદીમાં માંડવીમાં તજવીજ કરી તે જાણ્યું ને હવે પણ પાછળથી જે કાંઈ બની હેય તે પાક્લના કાગલમાં લખશે, ને આરસની લાદી નંગ કેટલી લેવી તે પણ લખજે. બીજું શ્રી સદારામ પ્રવૃતી ખાતે તથા વિધિ જિનભવન એના સ્થાપન કરેલા છે. તેમાં વિચાર કરવા જેવું છે. તેઓશ્રી હેતુસહિત સવિસ્તરપણે અમને લખજો કેમકે અમને તે એમાં કાંઈ બાધક જે ભાસન થતું નથી કરીને લખ્યું તે જાણ્યું પણ ભાઈજી એ વાત કાગળમાં લખી જાય તેમ નથી. એમાં તરક ઉત્તર ઘણ રહેલા છે. મારી શક્તિ પ્રમાણે તેઓની સાથે તરક ઉત્તર કર્યો, પણ તેમના કેવા ઉપરથી તથા કેટલાક દૃષ્ટાંત આપવા થકી મારે તરક આગલ ચાલી શકતું નથી. અને તે વાત વિચારવા જેવી રહે છે અને તેમનું કહેવું પણ એમ થાય છે કે આ વાત મારા ક્ષપશમ પ્રમાણે અને શાસ્ત્રના આધારે કહેવામાં આવે છે. પછી આગલ બહુશ્રુત કહે તે પ્રમાણ છે. અને કોઈ પુરૂષ હઠવાદ રહિત હેય ને મતને મમતવ જેને ન હોય અને ખરી વાત સમજવા ઉપર લક્ષ હોય એવા પુરૂષના સાથે વાત વિચાર કરતાં જે બીજી રીતે સમજાય છે તે વાતનું કાંઈ હઠ નથી. પણ કારણમાં એટલું જ છે કે રખે કઈ પ્રકારે દંભ આવે