________________
[ ૬૨ ]
ધંધા કરતા હતા. એમાં એક વખત તે બહુજ મુશ્કેલીમાં આવી ગયા. ધંધા ન રહ્યો ત્યારે તેએ ચ્હા વેચતા. એટલુંજ નહિ પણ તેમનાં પત્ની નેણખાઈ પેંડા અને મેસુખ બનાવી આપતાં અને તેઓ વેચતા. તેણબાઇમાં ઉત્સાહ, ધીરજ આવડત અને વીરતા સહજ છે. તે હિમ્મત ન હાર્યો. તેમણે સાદું જીવન પસંદ કર્યું". પતિને તેમણે ખૂબ મદદ કરી, એથી ઉમરશીભાઇએ ફ્રી સારા દિવસે નજરે જોયા. સંવત ૧૯૫૯ ના શ્રાવણમાં શ્રી ઉમરશીભાઈ સગરા ઈંદાર ગયા હતા. કારણ કે તેમને પગમાં વાની અસર હતી અને છાતીમાં કઈંક દુઃખાવા રહેતા હતા તેમજ અમારી દીકરી માનકુંવર ખીમાર હતી તેથી તેણીને પણ ઇંદાર સાથે લઈ ગયા હતા પણ ઉમરશીભાઇ શ્રાવણ વદ ૩ ને શુકરવારનાં સવારમાં હાર્ટ ફેલ થવાથી ઇંદારમાં જ ગુજરી ગયા. મારા માટા દીકરા સુધાકર સુપુત્રી માનકુવરને ભાવનગર લઇ ગયા અને ઉમરશીભાઈના ઘરનાં સર્વ ચાપડા ગયા.
પૂજ્ય લાલન સાહેબના જીવન ચરિત્રની બીજી આવૃત્તિમાં પૂજ્ય માલશીભાઈની જીવન પ્રભા પ્રગટ કરવી હતી તેથી ઉમરશીભાઈના નાના દિકરા ચિ. નરશીને મેં પત્ર લખ્યા . તેમણે સંક્ષેપમાં જે હકીકત લખી મેાકલી તે હું નીચે તેમના જ શબ્દોમાં હવે પ્રગટ કરૂં છું.