________________
[ ૬૦] આજ્ઞા સહિત સમક્તિપણું, શ્રાવકપણું, સાધુપણું પાલશે તેને મહાન લાભનું કારણ છે. પણ તેવા પુરૂષને બીજા પાસેથી મનાવવાની ઈહા રેતી નથી. બીજુ ભાઈજી આપે લખીઉં ભાઈ પાસુ પ્રથમ આમ કરતા હતા ને હવેથી આમ કરે છે. તે વાતને પરદેશમાં લખવાથી કાંઈ ગુણને કારણે મને સમજાતું નથી. કારણ કે ધર્મ કરણ જે કરવી છે તે પોતપોતાની રૂચિને અનુસરે છે. કેઈન વાસતે કરવી નથી. માટે જે પુરૂષ ખરેખરા લાભના અરથી થયા છે તે પુરૂષ છતી શક્તિએ આજ્ઞા સહિત વિધિને વિષે ઉદ્યમ કરે. આ વિના કદી રેવાના નથી. જેમ કે જીવને ખરેખરી ભૂખ લાગી છે તેને કઈ ખાવાની લિગાર પ્રેરણા કરશે, તે તેને ઘણી મીઠી લાગશે ને તે જીવની ખાવાને વિષે તરત પ્રવૃત્તિ થશે. પણ જેને ખાવાની રૂચિ બિલકુલ નથી તેને કઈ ખાવાને વધારે કહેશે તેના ઉપર ઉલટી અરૂચિ થાઓ ને તેને ખાધે ગુણ પણ ન કરે. ઉલટે ખાવાથી અજીર્ણ થાય. માટે ભાઈજી સહુ જીવ કમ વસે છે. પારકા આચરણ દેખને પિતાની ચિતને વિષે તપતી કરવી એમાં કાંઈ ગુણને કારણ નથી. જે પિતાની વ્રત પાલવાની સાચી પરણતી થઈ છે તે સુખે પાલે ને તેને બીજા કેઈએ કદી ન માનીઉં તેમાં તેનું શું બગડે છે. માટે એજ વિચાર કરો. આપની સમીપે સરવ ભાઈઓ બહેનને યાચિત કેજે. મતી ૧૯૩૯ ના કારતક સુદ ૧ દા. માલશી.