________________
[૬૧] પૂજ્ય માલશીભાઇ તે મારા પરમ ઉપકારી હતા. તેમણે મને જીવનનું નવું દષ્ટિબિંદુ આપ્યું. ધર્મની સાચી વ્યાખ્યા આપી. “સદા મગનમેં રહેના અને મહામંત્ર આપ્યો અને આજે તેમનાં અનેક ટંકશાળી વચને મને પ્રેરણા આપે છે. તેમના અનેક ઉપકારે હું મૂલ્ય નથી. ભૂલીશ નહિ. તેમના પુત્ર ઉમરશી ખાનદેશમાં આવેલા ચેપડામાં રહેતા એથી હું દર વર્ષે પડે જતે અને તેમના ઘરને હું તીર્થ માનતે. તેમને બે પુત્ર છે. શિવજી અને મરસી. બને સુસંસ્કારી છે. નાના નરસીને મારા મોટા પુત્ર સુધાકરની મોટી પુત્રી માનકુંવર આપેલ છે. ઉમરશીભાઈની બે પુત્રીઓ છે. બન્નેનાં લગ્ન થયાં છે. બન્ને પુત્રીઓને બાળકો છે. શ્રી માલશીભાઈ સાથે મારા સંબંધ આ રીતે અખંડ રહ્યો છે.
મારા પ્રાણપ્રેરક પ્રથમ ગુરૂવય જ્ઞાનદાતા તત્વચિંતક પૂજ્ય માલશીભાઈની જીવનયાત્રા. આપણા હૃદયમાં જ્ઞાનને દીવડે પ્રગટાવે. જીવનની સાચ્ચી દષ્ટિ આપે. જીવન ધન્ય બની રહે.
શ્રી માલશીભાઈના પરિવારની વિગત મેળવવા મેં પ્રયત્ન કર્યો અને શ્રી માલશીભાઈના પુત્ર ઉમરશીભાઈને નાના પુત્ર ચિ. નરશીએ સંક્ષેપમાં તેમના પિતા અને પરિવારની વિગતો લખી મેકલી છે તે તેમના જ શબ્દોમાં આપવામાં આવેલ છે. .
શ્રી માલશીભાઈને સંસ્કાર તેમના દિકરા ઉમરશીમાં ઉતર્યા હતા. તેમનામાં શ્રદ્ધા-ભક્તિ, વિનય, નમ્રતા–પ્રમાણિક્તા સચ્ચાઈ સહજ હતી. ચેપડામાં રહેતા હતા ત્યારે કમીશનનો