________________
આભાર-દર્શન
પંડિત ફત્તેહચંદ કપૂરચંદ લાલન તે જેનસમાજના રત્ન હતા. વિદ્વાન-વક્તા, અધ્યાત્મવેત્તા હતા. હજારેને પ્રેરણામૂર્તિ હતા. તેઓ એટલા બધા સરળ હૃદયી, સૌમ્ય, શાંત અને વિનમ્ર હતા કે જીદગીમાં કદી કેઈનું પણ મન દુભાવ્યું નહતું.
આચાર્ય પ્રવરે કે શ્રીમંતે કે સાધુઓ કે સાધ્વી મહારાજે, વિદ્યાર્થીઓ કે યુવાને બધા તરફ તેમને પ્રેમભાવ હતું. તેમના તરફ, પણ સૌની એવી જ પ્રીતિ હતી એમ હું માનતે પણ જ્યારે તેમની જીવનકભા તૈયાર કરવાને મેં નિર્ધાર કર્યો ત્યારે મને તેની ખરી પ્રતીતિ થઈ. - મને ચિંતા હતી કે પૂજ્ય પંડિતજીના જીવન ચરિત્રને વિચાર તે કરું છું પણ તેમના જીવનની સામગ્રી મળશે કયાંથી ? મારી પાસે તે છુટાંછવાયાં મરણે માત્ર હતાં.
તેમનાં પ્રકાશિત પુસ્તકે પણ મળવા મુશ્કેલ હતાં, તેમના પત્રો પણ મળવા દુર્લભ હતા, તેમની ડાયરીઓ પણ અપ્રાપ્ય હતી. આમ છતાં મેં મમતાથી હિંમત કરી અને મને કલ્પના નહતી કે પૂજ્ય પંડિતજીને માટે એક પછી એક સામગ્રી મળી આવશે. અને તે મળતાં મને ભારે આનંદ થયે પણ મને વિશેષ આનંદ તે ત્યારે થયો કે જ્યારે મારી વિનંતિને