________________
[૬૬] અને તેમણે આ ધંધામાં સચ્ચાઈ અને પૈસાના બદલામાં પૂરેપૂરું વળતર આપવાના સ્વભાવથી ખંત અને ધીરજથી જે નામના મેળવી તેનાં વાવેલાં બીજેનાં વૃક્ષેનાં ફળે અમે વગર મહેનતે ચાખીયે છીયે.
તેમના હાથેજ અમે બન્ને ભાઈને તેમણે ભણાવી, ગણાવી, પરણાવી-છૂટા (સ્વતંત્ર) કરી દીધા. અને તેમ કરી પિતે જવાબદારીમાંથી મુક્ત થઈ તે દિવસથી તેમણે નિવૃત્તિ જીવન ગાળ્યું. કેઈપણ વ્યવહારિક બાબતમાં તેમણે છેવટ સુધી માથું નજ માર્યું. અમેએ કરેલ કેઈપણ કામને તેમણે વડયું નહીં. પણ માર્ગદર્શન જરૂર કર્યું અને તે એટલું જ કે “દુર્લભ મળેલ. ભવ. પૈસાના મેહમાં ન વેડફી નાખતાં અનુકુલ સંગે છે તે વાપરતા શીખે. તે ગમે તેવા વિકટ પરિસ્થિતિમાં હતા. તે પણ તેમની પાસે આશાથી આવેલ યાચક ખાલી હાથે પાછો ન જ ફરે. જ્ઞાન પ્રત્યે તેમને એટલી પ્રીતિ હતી કે અમારા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીએ જે વહેલા નંબરે પાસ થાર્થ સને રૂપીયે ઈનામ આપતા. પછી તે ભલે ગમે તે હોય. અને વ્યસન છોડનારને જો કે પોતે નિર્વ્યસની હતા પણ સંજોગોવસાત તેમને આ બીડીની જ દુકાન રાખવી પડેલી, પણ ત્યાં પણ કેઈ ઘરાક ચાય બીડી પીવાનું બંધ કરવા તૈયાર થાય તો તેને રૂપીયા પાંચ ઈનામ પણ આપતા. * દાન-શીલ-તપ એ તેમના જીવનને પાય હતે-જે કે પોતે તપ વધારે ન કરતા. અને તે પિતાની નબળાઈ સમજતા.