________________
[૪૭]
દેવાને આપ જરૂર રાખશે. ને હું ભણતે તીહાં પુસ્તક જે હોય તે જોઈ તપાસી ઠેકાણે રાખજે. ઉતરાધ્યયનજીની ટીકા મટી પિથીમાં રાખજે. બીજે પણ જે પુસ્તક ભાઈ મણશીને હોય તે તેની પિથીમાં રાખજે. તેની ટીપ ખરચ લખવાની બુકમાં છે તે જોઈ લેજે. બીજુ ભાઈ દેવજીભાઈને માલમ થાએ જે મારા ઘેર જે કામસાર કાગળ હોય તે એક દબામાં રાખીને તે પેટીમાં રાખજો. ને મારી ચોપડી વગેરા જે જણસ હેય તે પેટમાં રાખી તેની ચાવી આપ પાસે સાચવી રાખજે. બાકી વિશેષ ભલામણ શું લખું ? જેમ આપ ભાઈજીને તથા તમારી બહેનને ધ્યાનમાં આવે તેમ કરશેજી. નિકેવલ મારા લખ્યા ઉપર ધ્યાન રાખશે નહીં. આપ સાહેબજી તથા પૂ. સાહેબજી હેમરાજભાઈને વાજબી ભાસે તેમ કરશે. કંઢરાવારી જગ્યા જે કબજે આવી હેય ને આ જગ્યાનું વિશેષ મતલબ ન હોય તે સુખેથી મૂકી દેજે. ભાડા પેટે કેરી ૨૦ આસરે દીધી છે. તે બુકમાં લખી છે. બાકી હિસાબ ચૂકતે મારા ખાતે માંડી વાળો. આજદન સુધી ખરચ ખાતાને હવાલો અવઠંભ ખાતે ઉધારી વારજે. મારી અંગતની પરાંતમાં કેરી હોય તે રેકડી મારી વઉને દેજે. આ વિગત વિશેષ લખવાનું કાંઈ જરૂર નથી. પણ ચપલપણાથી કઈ વાત લખાણું હોય તેથી આપ કાંઈ ચિત્તમાં લાવશે નહીં. મારે સ્વભાવ તો આપ જાણે છે માટે હિત શિક્ષાના અવસરે કઈ વખતે પણ મારા ઉપર ઉપેક્ષા ભાવ લાવશે નહીં એ જ વારંવાર વિનતિ છે. હાલ