________________
[ ૪૧ ]
મારા સ્નેહી મિત્ર
આજથી ૩૩ વર્ષ પહેલાં ઈ. સ. ૧૯૨૬ માં હું મીરજ હાસ્પીટલમાં હતા. હરસનું ઓપરેશન કરાવ્યું હતું. જરા ઠીક થતાં ડાકટરે આરામ લેવા સલાહ આપી. ભાઈ અક્ષયચક્ર પદમશીએ મને મારી જીવનકથા લખવા પ્રેરણા કરી. મને સમય ઘણા મળતા. વાતાવરણું પણ અહુ આહ્લાદક હતું.
એ દિવસેામાં મેં મારી મઢુલી ’ નામથી આત્મકથા લખવી શરૂ કરી. પછી તે ધોધમધ વિચાર આવતા ગયા અને કથા આલેખાતી ગઈ. જીવનના પ્રસંગેાનુ* ચિત્રામણુ થવા લાગ્યું. તેમાં ભાતભાતના રંગ પૂરાયા અને કલ્પનામાં પશુ ન આવે તેમ મારાથી ૧૦ ડાયરીએ ભરાણી અને લગભગ ૧૫૦૦ પૃષ્ટોમાં એ આત્મકથા અધૂરી રહી. જ્યારે એ પ્રસંગેા જોઉં છું ત્યારે ઘણાં ઘણાં સંસ્મરણા સર્જાય છે અને જીવનના કેવા ઘાટ ઘડાયા તે જોઇ જોઇને આન ને આશ્ચર્ય થાય છે.
શ્રી માલશીભાઈ અમદાવાદ હતા ત્યારે તેમણે કેટલાક પત્ર લખેલા. તેમાંથી ચાર પત્ર મળ્યા છે. તે પત્રે તેમણે ાડાયના શ્રી દેવજીસાઈ લખમણને લખ્યા હતા. તે સવત ૧૯૩૬ ની સાલ હતી. આ પત્રા અત્રે આપવામાં આવ્યા છે.
આ પત્ર ઉપરથી પૂજ્ય માલશીભાઈની દૃષ્ટિ, તેમના વિચારા તેમની માવનાઓ અને તેમના જ્ઞાતના પરિચય થાય છે.
•