________________
-
(પર)
જૈન મહાભારતમાટે મહાપાપ આચરે છે. હસ્તિનાપુરના જેવું વિશાળ રાજ્ય પ્રાપ્ત થયા છતાં પિતાના સુખની ખાતર તેને અનાદર કરે છે, એથી તમે આર્ય કુલીન પત્રમાં મુખ્ય ગણવા લાયક છે. રાજપુત્ર ! તમે જે વાત કહી, તે બધી સત્ય છે અને તમારી વાત ઉપર મને પૂર્ણ પ્રતીતિ આવે છે. તે પણ મારા મનમાં એક બીજી શંકા ઉત્પન્ન થાય છે. કદિ તમે પોતે ઉદારતાથી રાજ્ય છોડવા ઉભા થયા છે, પણ તેવી રીતે તમારી સંતતિ વતે એ વાત સંભવતી નથી. કારણ કે, તમે પિતે જેવા શક્તિમાન છે, તેવી જ તમારી પ્રજા થવાને સંભવ છે. કારણ કે, પ્રાયે કરીને પુત્ર પિતાના જેજ થાય છે. તે એ તમારે શૂરવીર પુત્ર ઉત્પન્ન થવાથી તે પોતાની મરજી પ્રમાણે ગમે તેમ કરી શકે.સિંહનો પુત્રસિંહના જે પરાકમી હોય છે. એવા સિંહના બાળ જેવા તમારા કુમારની આગળ મારી પુત્રીના પુત્રનું શું ચાલી શકે? જે કે હું સારી રીતે સમજું છું કે, તમારી સંતતિ તમારા જેવી સદગુણી હેવી જોઈએ, તેથી તેનાથી અનીતિ થવાની નથી, તથાપિ કાલને પ્રભાવ વિલક્ષણ છે. કોઈ વખતે સારા માણસની બુદ્ધિમાં પણ ફેર પડી જાય છે અને તેથી અર્થને અનર્થ થઈ જાય છે. તે કદિ કઈ વખતે તમારા પુત્રને રાજ્યહરણ કરવાની ઈચ્છા થાય તે તે ક્ષણવારમાં લઈ લે. તેની સામે મારા અ૫ શક્તિ ભાણેજનું શું જોર ચાલે? આવા આવા અનેક વિચાર કરવાથી તમારા પિતાને પુત્રી આપવાની ઉત્કંઠા મને થતી નથી.”