________________
અર્જુન તીર્થયાત્રા.
( ૭૧). કર્યો, તેથી રાજા તે સાવધ થે. પણ સર્પના ઉગ્રવિષથી આ કાંત થયેલી પ્રભાવતી મૂછમાંથી મુક્ત થઈ નહીં. મહિલામાં મહિત થયેલા હેમાંગદ રાજાએ રાણુને ઉત્કંગમાં લઈ કરૂણસ્વરે એ વિલાપ કર્યો કે જે સાંભળી વનના પશુ પક્ષિઓ પણ જાણે રૂદન કરતાં હોય, તેમ દેખાવા લાગ્યાં. રાજાને અતિ આકંદ જે તેના અનુચરોએ પણ ભારે વિલાપ કર્યો. જ્યારે રાજાએ અતિ શોકને વશ થઈ વિશેષ આકંદ કરવા માંડ્યું, એટલે તેના ચતુર અનુચરોએ પ્રાર્થના કરી કહ્યું, “મહારાજ, ક્ષમા કરો આપના જેવા સુજ્ઞ પુરૂષને એમ કરવું એગ્ય નથી. જેને સંગ છે, તેનો અવશ્ય વિયોગ થાય છે.” અનુચરેએ પોતાના મહારાજાને ઘણું બૈર્ય આપ્યું તથાપિ રાજા હેમાંગદને શોક શમ્યો નહિ. તેને પ્રિયાના પ્રેમને પ્રાણુ આપવાનો નિશ્ચય કર્યો. પ્રિયાના વિયેગથી વિઠ્ઠલ થયેલા રાજાએ અગ્નિમાં બળી મરવાને ચિતા સંચિત કરી. રાજાને આ આવેશ જે રાજભક્ત અનુચરે પણ તેની સાથે દગ્ધ થવાને તૈયાર થયા. પ્રિયવિરહી રાજા પ્રિયાના શબને ઉત્સગમાં લઈ ચિતામાં બેઠે. તેની પાસે બીજી ચિતા કરી તેના અનુચરે પણ મરવાને તૈયાર થયા. એવામાં ચિતામાં અગ્નિ સળગાવવામાં આવ્યું, ત્યાં અચાનક વીર અર્જુન પ્રભાવતીને લઈ વિમાનસહિત આકાશમાર્ગે આવી પહોંચે. ચિતાગ્નિને ધુમાડે અને લેકેને હાહાકાર થતે સાંભળી આશ્ચર્ય પામેલા અને પુછયું, “લેકે, આ શું છે? રાજા અને