________________
નેમિનાથનું નિર્મળ ચરિત્ર.
(૭૧૩) : આ પ્રમાણે કૃષ્ણ અને બળરામ વાતચિત કરતા હતા, તેવામાં આકાશવાણ થઈ કે, “નેમિકુમાર એકવીશમા તીર્થકર થશે. તેઓ તમારા રાજ્યને ગ્રહણ કરશે નહીં” તે પછી કૃષ્ણ તેમની ઉપર અતિ સ્નેહ દર્શાવતા અને તેમની સાથે જ રહેતા હતા. કૃષ્ણ નેમિકુમારને સંસારમાં આસક્ત કરવાને અનેક પ્રકારની જનાએ કરી, તે પણ નેમિકુમાર શુદ્ધ રહ્યા હતા. રાજા સમુદ્રવિજયના કહેવાથી કૃષ્ણ પિતાની સ્ત્રીઓને નેમિકુમારને માહિત કરવા આજ્ઞા કરી અને તે સ્ત્રીઓએ ઘણે પ્રયત્ન કર્યો, તે છતાં નેમિકુમાર વિકારી થયા ન હતા.
એક વખતે કૃષ્ણ નેમિકુમારને લઈ રૈવતગિરિમાં ગયા. તે પ્રસંગે નગરવાસીઓ અને અનેક સ્ત્રીઓને સાથે રાખ્યાં હતાં. ત્યાં સુંદર રમણીઓ યથેચ્છ પ્રકારે વિલાસ કરતી હતી. તે પણ જિતેન્દ્રિય નેમિકુમાર ચલાયમાન થયા નહીં. કૃષ્ણની સત્યભામા, વિગેરે સ્ત્રીઓએ નેમિકુમારને ચલાયમાન કરવા ભારે પ્રયત્ન કર્યો હતો, તે બધે એ તરૂણ ચગીની પાસે વૃથા થયો હતે.
આ વખતે રાજા સમુદ્રવિજ્ય અને શિવાદેવી તે સ્થળે આવી પહોંચ્યાં. માતા શિવાદેવીએ પિતાના પુત્રને અતિ આગ્રહ કરી વિવાહ કરવાની વાત અંગીકાર કરાવી હતી અને પછી તેઓ બધાં દ્વારકામાં આવ્યાં હતાં. રાજા સમુદ્રવિજયે ઉગ્રસેનને ઘેર તેની પુત્રી રામતિનું માથું કર્યું અને તેણે તે વાત ઉમંગથી કબુલ કરી હતી.